સુરેન્દ્રનગરના થાનગઢમાં 8 રાઉન્ડ ફાયરિંગ, જૂથ અથડામણમાં 4 લોકો ઇજાગ્રસ્ત

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના અમરાપરા ગામમાં ફાયરિંગની ગંભીર ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, ગામમાં બે જૂથ વચ્ચે સામાન્ય ઝઘડો થતાં પરિસ્થિતિ બેકાબૂ બની અને 7 થી 8 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનામાં 4 લોકો ઇજાગ્રસ્ત
આ અથડામણમાં 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ફાયરિંગ દરમિયાન કેટલાક લોકોએ કાર પર પણ પથ્થરમારો કરીને કાચ તોડી નાખ્યા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે ચિંતાજનક પરિસ્થિતિ જોવા મળી રહી છે. જાણકારોના જણાવ્યા મુજબ, થાન વિસ્તારમાં આ ત્રીજી ફાયરિંગની ઘટના છે જે થોડા જ દિવસોમાં બની છે. આ ઘટનાએ સ્થાનિક પોલીસની કામગીરી અંગે સવાલો ઊભા કર્યા છે.

નગણ્ય બાબતે ફાયરિંગ
માહિતી અનુસાર, ફાયરિંગનું કારણ પાણી ઉડવા જેવી નાની બાબત હોવાનું સામે આવ્યું છે. નગણ્ય વિવાદમાંથી શરૂ થયેલી બોલાચાલી બાદ એક પક્ષે હથિયાર કાઢીને ગોળીબાર કર્યો હતો.

પોલીસ તપાસ શરૂ
ઘટનાની જાણ થતાં જ થાન પોલીસ મથકના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. હાલ પોલીસ દ્વારા કેસ નોંધવાની અને ફાયરિંગમાં સામેલ વ્યક્તિઓની ઓળખ માટે તપાસ શરૂ કરવામાં આવી છે. આરોપીઓને ઝડપી લેવા માટે અલગ અલગ ટીમો કાર્યરત છે.

સ્થાનિકોમાં આ ઘટના બાદ ભયનું વાતાવરણ છવાઈ ગયું છે, જ્યારે પોલીસ પ્રશાસનએ કાયદો વ્યવસ્થામાં કડક પગલાં લેવાની ખાતરી આપી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

‘ટ્રમ્પનો દાવો ખોટો, હોર્મુઝ સ્ટ્રેટ પર પ્રતિબંધ યથાવત રહેશે’: ઈરાનનો અમેરિકા સામે કડક સંદેશ

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ફરી એકવાર હોર્મુઝ સ્ટ્રેટ મુદ્દે બંને દેશો આમને-સામને આવી ગયા છે. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં દાવો કર્યો હતો કે ઈરાન સાથે યુદ્ધવિરામ અને સમજૂતી અંગે મહત્વપૂર્ણ પ્રગતિ થઈ રહી છે અને હોર્મુઝ સ્ટ્રેટ ટૂંક સમયમાં સંપૂર્ણપણે ખોલવામાં આવશે. જોકે, ઈરાને ટ્રમ્પના આ દાવાને સ્પષ્ટપણે નકારી કાઢ્યો છે અને જણાવ્યું છે કે જ્યાં સુધી અમેરિકા પોતાની સૈન્ય કાર્યવાહી બંધ નહીં કરે, ત્યાં સુધી હોર્મુઝ સ્ટ્રેટ પરના નિયંત્રણો અને પ્રતિબંધો યથાવત રહેશે. ઈરાનના નિવેદન બાદ મધ્ય પૂર્વમાં ફરીથી ભૂરાજકીય તણાવ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હોર્મુઝ સ્ટ્રેટ વૈશ્વિક તેલ વેપાર માટે અત્યંત મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ હોવાથી તેના પર લાગતા કોઈપણ પ્રતિબંધની અસર આંતરરાષ્ટ્રીય બજારો પર સીધી પડી…

EPI 2026માં ભારતને મોટો ઝટકો: 177 દેશોમાં 176મો ક્રમ, પર્યાવરણ સુધારવા હવે કડક પગલાંની જરૂર

પર્યાવરણ સુધારવા વિશ્વભરમાં આર્થિક વિકાસની દોડ વચ્ચે પર્યાવરણનું સંરક્ષણ સૌથી મોટો પડકાર બની રહ્યું છે. આ જ પરિસ્થિતિ વચ્ચે જાહેર થયેલા એન્વાયરમેન્ટલ પરફોર્મન્સ ઇન્ડેક્સ (Environmental Performance Index – EPI) 2026ના અહેવાલે ભારત માટે ચિંતાજનક ચિત્ર રજૂ કર્યું છે. 177 દેશોના મૂલ્યાંકન બાદ ભારતને 176મો ક્રમ મળ્યો છે, એટલે કે ભારત છેલ્લાથી બીજા સ્થાને રહ્યું છે. માત્ર લાઓસ ભારતથી પાછળ રહ્યું છે. પર્યાવરણ સુધારવા યેલ યુનિવર્સિટી અને કોલંબિયા યુનિવર્સિટીના સંશોધકો દ્વારા તૈયાર કરવામાં આવેલા આ અહેવાલે હવાની ગુણવત્તા, આબોહવા પરિવર્તન, જૈવવિવિધતા, કચરા વ્યવસ્થાપન અને પર્યાવરણીય સ્વાસ્થ્ય જેવા અનેક મુદ્દાઓ પર દેશોના પ્રદર્શનનું મૂલ્યાંકન કર્યું છે. નિષ્ણાતોનું માનવું છે કે આ પરિણામ ભારત માટે માત્ર એક રેન્કિંગ નથી, પરંતુ પર્યાવરણને લઈને ગંભીર ચેતવણી સમાન છે. શું છે Environmental…