FASTag બ્લોક થઈ ગયો? જાણો કેવી રીતે તરત સમાધાન કરવું

જેઓ વારંવાર એક્સપ્રેસવે અથવા હાઇવે પર મુસાફરી કરે છે, તેમના માટે FASTag બ્લોક થવું એક ચિંતાજનક સ્થિતિ બની શકે છે. ટોલ ગેટ પર FASTag કામ ન કરવાથી ટોલ પૈસા ડબલ ચૂકવવા પડે છે. પરંતુ આ સમસ્યા સરળ રીતે ઉકેલી શકાય છે. FASTag બ્લોક છે કે કેમ, તે કેવી રીતે તપાસવું? ટોલ પર જ્યારે સ્કેનર “બ્લેકલિસ્ટેડ” બતાવે, ગેટ ખુલતું નથી. તમારી બેંક અથવા NHAI તમારા નંબર પર મેસેજ મોકલે છે, જેમમાં લખેલું હોય: “તમારું FASTag બ્લેકલિસ્ટ થયું છે કારણ કે…” FASTagની સ્થિતિ બેંક એપ (HDFC, ICICI, SBI, Paytm) અથવા My FASTag App પર ચેક કરી શકો છો. ટેગ બાજુમાં લાલ રંગમાં “બ્લેકલિસ્ટ” લખેલું હોય તો તે નિષ્ક્રિય છે. FASTag બ્લેકલિસ્ટ થવાના મુખ્ય 3 કારણો: – ઓછું બેલેન્સ:…

1 એપ્રિલથી ટોલ પ્લાઝા પર મોટો ફેરફાર: હવે કેશ નહીં, ફક્ત ડિજિટલ ચુકવણી ફરજિયાત

જો તમે કાર, બાઈક અથવા અન્ય કોઈ ખાનગી વાહન દ્વારા રાજ્ય કે રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર મુસાફરી કરો છો, તો આ સમાચાર તમારા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. કેન્દ્ર સરકાર દ્વારા ટોલ પ્લાઝાની વ્યવસ્થામાં મોટો બદલાવ લાવવામાં આવી રહ્યો છે. 1 એપ્રિલથી દેશભરના ટોલ પ્લાઝા પર કેશ ચુકવણી બંધ કરવાની તૈયારી કરવામાં આવી છે. નવા નિયમ મુજબ હવે ટોલ ટેક્સ ચૂકવવા માટે માત્ર FASTag અથવા UPI જેવી ડિજિટલ ચુકવણી પદ્ધતિઓનો જ ઉપયોગ કરવો પડશે. એટલે કે જે વાહનચાલકો પાસે FASTag નહીં હોય અથવા UPI દ્વારા ચુકવણી કરવા સક્ષમ નહીં હોય, તેમને ટોલ પ્લાઝા પાર કરવામાં મુશ્કેલી પડી શકે છે. હવે ડિજિટલ ચુકવણી જ માન્ય અત્યાર સુધી ઘણા ટોલ પ્લાઝા પર કેશ ચુકવણી માટે અલગ લેન રાખવામાં આવતી હતી,…

હવે હાઈવે પર ટોલ બુથની જરૂર નહિ પડે? નવી નીતિ આવી રહી છે અમલમાં; શું કહ્યું ગડકરીએ…

કેન્દ્ર સરકાર દેશના ટોલ બૂથ અંગે મોટો ફેરફાર કરવા જઈ રહી છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે દેશના હાઇવે પર ટોલ ચૂકવવાની પદ્ધતિ બદલાવા જઈ રહી છે. કેન્દ્ર આગામી 15 દિવસમાં નવી ટોલ નીતિ રજૂ કરવા જઈ રહ્યું છે. એટલે કે આ નીતિ મે મહિનાથી લાગુ થઈ શકે છે. જોકે, ગડકરીએ હજુ સુધી તેના વિશે વધુ વિગતો આપી નથી. તેમણે સંકેત આપ્યો કે એકવાર નવી નીતિ લાગુ થઈ ગયા પછી, કોઈને પણ ટોલ અંગે ફરિયાદ કરવાની તક મળશે નહીં. આ નવી સિસ્ટમ સાથે, FASTag નું કામ પણ સમાપ્ત થઈ જશે. ગડકરીએ કહ્યું કે નવી સિસ્ટમમાં ટોલ બૂથની જરૂર રહેશે નહીં. તેના બદલે, સેટેલાઇટ ટ્રેકિંગ અને વાહન નંબર પ્લેટ ઓળખનો ઉપયોગ કરીને ટોલ ચૂકવણી આપમેળે બેંક…