ખેડૂતો આનંદો: ટેકાનાં ભાવે ઘઉંની સીધી ખરીદી, ઓનલાઇન નોંધણી કરવી ફરજિયાત

B INDIA અમદાવાદ : રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ટેકાનાં ભાવે ઘઉંની સીધી ખરીદી કરવામાં આવશે. ખેડૂતોને તેઓના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટીંગ સિઝન ૨૦૨૫-૨૬ માં લઘુતમ ટેકાના ભાવે રૂ ૨,૪૨૫/- પ્રતિ ક્વી. ઘઉંની ખરીદી કરશે. આ ખરીદી ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી., મારફતે કરવામાં આવનાર છે. ખેડૂતોની ઓનલાઇન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે ૦૧/૦૧/૨૦૨૫થી કરવામાં આવી રહી છે. તે મુજબ નોંધણી કરાવવા તમામ ખેડૂત મિત્રોને અપીલ કરવામાં આવે છે. જેમાં ડોક્યુમેન્ટ્સ નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમુનો ૭/૧૨, ૮/અ ની નકલ જોડવી જરૂરી છે. ગામ નમુના ૧૨માં પાક વાવણી અંગે એન્ટ્રીના થઇ હોય તો પાકની વાવણી…