કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 17.92 લાખ ખેડૂતોને રૂ. 5,330 કરોડથી વધુની સહાય, જાણો વિગત
રાજ્યમાં તાજેતરમાં થયેલા કમોસમી અને ભારે વરસાદથી થયેલા નુકસાન બાદ ખેડૂતોને તાત્કાલિક રાહત મળે તે હેતુથી રાજ્ય સરકારે ઐતિહાસિક પગલાં લીધાં છે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં કૃષિ રાહત પેકેજ અને ટેકાના ભાવે ખરીદીની પ્રગતિની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. બેઠક બાદ પત્રકારોને માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓ માટે ખૂબ જ ટૂંકા સમયગાળામાં બે અલગ-અલગ ઐતિહાસિક કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યા હતા, જેનાથી રાજ્યના લાખો ખેડૂતોને સીધી રાહત મળી છે. 5,330 કરોડથી વધુની સહાય સીધી બેંક ખાતામાં પ્રવક્તા મંત્રીના જણાવ્યા અનુસાર, આ બંને કૃષિ રાહત પેકેજ અંતર્ગત ખેડૂતોને સહાય આપવા માટે અત્યાર સુધીમાં 23.18 લાખ ખેડૂતોના કુલ રૂ. 6,890.98…
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે રાજ્ય સરકારની મોટી રાહત, હેક્ટર દીઠ 22,000 રૂપિયા સહાય; જાણો વિગત
ગુજરાતના ખેડૂતો માટે રાજ્ય સરકારે તાજેતરમાં સૌથી મોટું સહાય પેકેજ જાહેર કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કમોસમી વરસાદથી નુકસાન પામેલા ખેડૂત માટે આશરે 10,000 કરોડ રૂપિયાનું સહાય પેકેજ જાહેર કર્યું છે. આ પેકેજ હેઠળ પિયત અને બિનપિયત પાકો બંનેને સમાન રીતે વળતર આપવામાં આવશે, અને દરેક હેક્ટર માટે 22,000 રૂપિયા, બે હેક્ટર સુધીની મર્યાદામાં, સહાય આપવામાં આવશે. ખેડૂત અને પાક માટેની વિગત રાજ્યના 33 જિલ્લાઓના 251 તાલુકા અને 16,500થી વધુ ગામોમાં સરવૈયા અને નુકસાનનો અંદાજ લગાવવામાં આવ્યો છે. આ સર્વેમાં 5,100 ટીમો કાર્યરત રહી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, તે સમયે ખેડૂતો માટે સૌથી વધુ અસરકારક અને ઝડપી સહાયની વ્યવસ્થા કરવી જરૂરી હતી, જેથી ખેડૂતો આ અનિયંત્રિત કુદરતી પરિસ્થિતિના સમયે નાણાકીય નુકસાનમાંથી બહાર આવી શકે.…
ગુજરાતમાં 16 હજાર ગામોનો સર્વે પૂર્ણ, 42 લાખ હેક્ટર વિસ્તારમાં પાકમાં થયું નુકસાન
રાજ્યમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદ અને માવઠાના કારણે ખેડૂતોને થયેલા મોટા પાયે નુકસાન અંગે રાજ્ય સરકાર સક્રિય બની છે. આ અંગે કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ આજે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, રાજ્યના 16 હજાર ગામોમાં સર્વે પૂર્ણ થઈ ગયો છે અને અંદાજે 42 લાખ હેક્ટર વિસ્તારમાં પાકનું નુકસાન નોંધાયું છે. મંત્રીએ જણાવ્યું કે, ખેડૂતોને થયેલા આ નુકસાન માટે રાહત પેકેજ તૈયાર કરવાની પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે, તેમજ એકપણ ખેડૂત સાથે અન્યાય ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. “ખેડૂતોના બગડેલા પાક માટે ટૂંક સમયમાં જ વળતર જાહેર કરવામાં આવશે. અમે સંવેદના સાથે ખેડૂતોની સાથે છીએ,” એમ જીતુ વાઘાણીએ જણાવ્યું. વધારાનું ફંડ અને રાહત પગલાં મંત્રીએ વધુમાં જણાવ્યું કે રાહત પેકેજ માટે SDRF (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ…









