ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે થઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સેમીફાઈનલ, આ છે આખું સમીકરણ

અફઘાનિસ્તાનની ટીમે શાનદાર પ્રદર્શન કરીને ઈંગ્લેન્ડને 8 રનથી હરાવીને સેમીફાઈનલમાં પહોંચવાની આશાઓ વધારી દીધી હતી. અફઘાનિસ્તાનની જીતે ઈંગ્લેન્ડ (AFG vs ENG) ને સેમિફાઈનલની રેસમાંથી બહાર કરી દીધી છે. આ જીત સાથે અફઘાનિસ્તાનની ટીમ હવે સેમીફાઈનલમાં પહોંચવાની આશા રાખી શકે છે. તમને જણાવી દઈએ કે આ જીત સાથે અફઘાનિસ્તાનની ટીમ -0.990ના રન રેટ સાથે ગ્રુપ બીમાં ત્રીજા સ્થાન પર આવી ગઈ છે. હવે અફઘાનિસ્તાન પાસે સેમિફાઇનલમાં જવાની તક છે. અફઘાનિસ્તાન ટીમની આગામી મેચ 28 ફેબ્રુઆરીએ ઓસ્ટ્રેલિયાની ટીમ સાથે થવાની છે. આ મેચ જીતીને અફઘાનિસ્તાનની ટીમ સેમીફાઈનલમાં પહોંચી શકે છે. હવે બીજી તરફ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે પણ સેમીફાઈનલ થઈ શકે છે કે કેમ તે અંગે પણ ચર્ચા થઈ રહી છે. કારણ કે ભારતીય ટીમ પહેલાથી જ સેમીફાઈનલમાં…