પંચમહાલમાં બોગસ લગ્ન નોંધણી કૌભાંડમાં મોટો પર્દાફાશ, જાણો વિગત
પંચમહાલ જિલ્લામાં બોગસ લગ્ન નોંધણીનું કૌભાંડ દિવસેને દિવસે ઊંડું જતું જાય છે. કણજીપાણી ગામ પછી હવે કંકોડાકોઈ ગામમાં ચોંકાવનારી ગેરરીતિઓ બહાર આવી છે. તાજેતરમાં સંજય ઠાકોર અને નીતા ઠાકોર નામના દંપતીની 3 ફેબ્રુઆરી 2025ની લગ્ન નોંધણીમાં મોટો ગોટાળો બહાર આવ્યો છે. લગ્નની નોંધણી એક દિવસ પહેલા થઈ ગઈ જ્યારે સ્ટેમ્પ પેપર બીજા દિવસે (4 ફેબ્રુઆરી 2025) મહેસાણામાંથી ખરીદાયો હતો! પ્રશ્ન એ છે કે સ્ટેમ્પ પેપર વગર લગ્નની નોંધણી કેવી રીતે કરી દેવામાં આવી? 300થી વધુ બોગસ નોંધણીઓ કંકોડાકોઈ અને નાથકુવા ગામના તલાટી પ્રવીણ પટેલે છેલ્લા કેટલીક વર્ષોમાં 300થી વધુ બોગસ લગ્ન નોંધણીઓ કરી હતી. ગામમાં એકપણ મુસ્લિમ પરિવાર નથી, ન મસ્જિદ કે ન દરગાહ, છતાં મોટી સંખ્યામાં “નિકાહ” નોંધી દેવામાં આવ્યા હતા. ખોટા દસ્તાવેજો, ખોટા ક્રમ…







