નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ‘સિંગલ ક્લિક પેમેન્ટ’થી MSME અને ઉદ્યોગ વિભાગના લાભાર્થીઓને સીધા બેંક ખાતામાં સહાયની કરી ચૂકવણી
ગુજરાત સરકારના ઉદ્યોગ અને MSME વિભાગ દ્વારા રાજ્યના લાભાર્થીઓને ઝડપી અને પારદર્શક રીતે નાણાકીય સહાય પહોંચાડવાના ઉમદા હેતુથી આજે સાંજે ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રીના કાર્યાલયમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ આયોજિત આ “સિંગલ ક્લિક પેમેન્ટ પ્રોગ્રામ”માં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સિંગલ ક્લિકથી કુલ 2048 લાભાર્થીઓના બેંક ખાતામાં રૂ. 461.04 કરોડની માતબર રકમ સીધી જમા કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત ઉદ્યોગ વિભાગની વિવિધ પ્રોત્સાહક યોજનાઓનો વ્યાપક લાભ આપવામાં આવ્યો છે. જેમાં મુખ્યત્વે MSME ક્ષેત્રની વિવિધ યોજનાઓ હેઠળ 1715 લાભાર્થીઓને રૂ. 80.96 કરોડની સહાય ચુકવવામાં આવી છે. આ ઉપરાંત, રાજ્યના મહત્વના ટેક્ષટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા ૨૦૨ લાભાર્થીઓને રૂ. 184.97 કરોડ અને લાર્જ ઇન્ડસ્ટ્રીઝ (મોટા ઉદ્યોગો)ના 126 લાભાર્થીઓને રૂ. 188.77…







