ગુજરાત સરકારનો મોટો નિર્ણય: આવકના પ્રમાણપત્રની પ્રક્રિયા થશે વધુ સરળ અને ડિજિટલ
રાજ્યના નાગરિકોને સરળ, ઝડપી અને પારદર્શક સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે Social Justice and Empowerment Department Gujarat દ્વારા આવકના પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયામાં મહત્વપૂર્ણ સુધારા કરવામાં આવ્યા છે. હવે આવકનું પ્રમાણપત્ર સંપૂર્ણપણે ડિજિટલ વ્યવસ્થા હેઠળ આપવામાં આવશે. સેલ્ફ ડિક્લેરેશન ફરજિયાત નવી વ્યવસ્થા મુજબ અરજદારે પોતાની આવક અંગે સેલ્ફ ડિક્લેરેશન આપવું રહેશે. સરકારનો મુખ્ય ઉદ્દેશ પ્રક્રિયાને સરળ બનાવવાનો છે, પરંતુ સાથે જ ખોટી માહિતી આપવાના કિસ્સામાં કડક કાયદેસરની કાર્યવાહી કરવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. QR કોડ અને ડિજિટલી સાઈન્ડ ઈ-સિલ સાથે પ્રમાણપત્ર ડિજિટલ પરિવર્તનના ભાગરૂપે હવે આવકનું પ્રમાણપત્ર QR કોડ અને ડિજિટલી સાઈન્ડ ઈ-સિલ સાથે આપવામાં આવશે. આથી દસ્તાવેજની પ્રામાણિકતા સરળતાથી ચકાસી શકાશે અને ગેરવપરાશ અથવા નકલ જેવી ગેરરીતિઓ અટકાવવામાં મદદ મળશે. SSO સિસ્ટમથી સરળ બનશે અરજી પ્રક્રિયા…
હેક્ટર દીઠ ₹22,000ની સહાય માટે ખેડૂત આવતીકાલથી કરી શકશે અરજી, જાણો વિગત
ગુજરાતના ખેડૂતો માટે રાજ્ય સરકારે ઇતિહાસ રચ્યો છે. પાક નુકસાની માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે ₹10,000 કરોડથી વધુનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. આ અંતર્ગત ખેડૂતોને પ્રતિ હેક્ટર ₹22,000ની સહાય મળશે. અરજી ક્યારે અને ક્યાંથી કરવી? આ સહાય માટેનું ઓનલાઇન પોર્ટલ આવતીકાલે, 14 નવેમ્બર (શુક્રવાર) બપોરે 12 વાગ્યાથી શરૂ થશે, અને 15 દિવસ સુધી ખુલ્લું રહેશે. ખેડૂતો https://krp.gujarat.gov.in પોર્ટલ પર અરજી કરી શકશે. અરજીમાં ગ્રામ પંચાયતના VCE અથવા VLE મદદરૂપ થશે. ખેડૂતોએ કોઈ પણ પ્રકારનું ફી ચૂકવવાની નથી. સહાય પેકેજની મુખ્ય વિગતો મુદ્દો વિગત સહાય રકમ પ્રતિ હેક્ટર ₹22,000 મર્યાદા મહત્તમ 2 હેક્ટર સુધી લાભાર્થીઓની સંખ્યા આશરે 16,500 ગામોના ખેડૂતો કુલ પેકેજ રકમ ₹10,000 કરોડથી વધુ ચુકવણી પદ્ધતિ PFMS/RTGS મારફતે DBT દ્વારા સીધા…








