ધારાસભ્ય યોગેશ પટેલને મળી ડિજિટલ એરેસ્ટની ધમકી, પોલીસ કમિશનર અને ગૃહ મંત્રીએ કરી ઝડપી કાર્યવાહી
સાયબર ઠગો હવે નેતાઓને પણ ટાર્ગેટ કરી રહ્યા છે. વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલને મોબાઈલ પર ફોન કરીને એક સાયબર ઠગે ખોટી ધમકી આપી અને ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો. ઠગે જણાવ્યું કે “તમને નોટિસ મોકલવામાં આવી છે” અને કાયદાકીય કાર્યવાહી તેમજ ધરપકડ જેવી ધમકી આપી. ફોનની શંકા જતાં ધારાસભ્ય યોગેશ પટેલે પોલીસ કમિશનર અને ગૃહ મંત્રીને તરત જ સમગ્ર મામલે જાણ કરી હતી. પોલિસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. સમગ્ર મામલાનો વિગતવાર મુદ્દો સાયબર ઠગે ધારાસભ્ય યોગેશ પટેલને ફોન કરી કહ્યું કે તે મુંબઈથી બોલી રહ્યો છે અને તેમને નોટિસ મોકલવામાં આવી છે. ઠગે ડરનો માહોલ ઊભો કરીને દબાણ વધારવાનો પ્રયાસ કર્યો, જેથી ધારાસભ્ય તેમની માંગણીઓ સ્વીકારી લે. પણ યોગેશ પટેલે…
‘ડિજિટલ અરેસ્ટ’ કેસમાં EDએ ગુજરાત સહિત 5 રાજ્યોમાં 11 સ્થળોએ પાડ્યા દરોડા, મહિલાની કરાઈ ધરપકડ
‘ડિજિટલ અરેસ્ટ’ અને સાયબર છેતરપિંડીના મોટા કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મોટી કાર્યવાહી હાથ ધરી છે. EDની જલંધર ઝોનલ ટીમે 22 ડિસેમ્બર, 2025ના રોજ પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત અને આસામમાં કુલ 11 સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે. PMLA હેઠળ કાર્યવાહી ED દ્વારા આ કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002 હેઠળ કરવામાં આવી છે. દરોડા દરમિયાન અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજો અને ડિજિટલ ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા છે. આ કેસની તપાસ લુધિયાણા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIRના આધારે શરૂ કરવામાં આવી હતી. લુધિયાણાના ઉદ્યોગપતિ સાથે ₹7 કરોડની છેતરપિંડી EDના જણાવ્યા અનુસાર, આ કેસમાં લુધિયાણાના જાણીતા ઉદ્યોગપતિ એસ.પી. ઓસ્વાલ પીડિત બન્યા હતા. સાયબર છેતરપિંડી કરનારાઓએ પોતાને CBI અધિકારી તરીકે ઓળખાવી,…








