અમરેલી જીલ્લા કોંગ્રેસના અધ્યક્ષ પર હુમલાનો પ્રયાસ, પ્રતાપ દુધાતે કાયદો અને વ્યવસ્થા પર ઉઠાવ્યા સવાલો

અમરેલી/ ગઈકાલે મોડી રાત્રે અમરેલીની સાવરકુંડલા બેઠકના પૂર્વ ધારાસભ્ય અને અમરેલી જીલ્લા કોંગ્રેસના અધ્યક્ષ પર ધારીના દુધાળા નજીક હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ દરમિયાન પ્રતાપ દુધાતે અમરેલી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા પર સવાલો કર્યા છે. કોંગી નેતા પ્રતાપ દુધાત પર ગત રાત્રે ધારીના દૂધાળા નજીક હુમલાના નિષ્ફળ પ્રયાસ કરવામાં આવેલો હતો જે મામલે આજે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધાત અમરેલી એસ.પી.સંજય ખરાતને મળવા પહોંચ્યા હતા ને અમરેલી એસ.પી.ને સમગ્ર ઘટના અંગે માહિતીઓ અને વિડિયો બતાવ્યા હતા રાત્રિના ધારીના દુધાળા નજીક દુધાતની કાર પર થયેલા હુમલાના પ્રયાસ અંગે પ્રતાપ દુધાતે અમરેલી એસપી સંજય ખરાત ને મળ્યા બાદ મીડિયાને પ્રતિક્રિયા આપી હતી ને અજાણ્યા શખ્સો હતા કોણ હતા કોણ નહિ એ પોલીસ જ…

અમરેલી: ધારીમાં પકિસ્તાની કનેશન ધરાવતા મૌલાનાનું મદરેસા પણ હતું ગેરકાયદે ! ફર્યું તંત્રનું બુલડોઝર

પહેલગામ આતંકી હુમલા બાદ પરપ્રાંતિય વ્યક્તિઓની ઓળખ અને તપાસ મામલે ધારી પોલીસ દ્વારા ગત તા.1 ના રોજ કાયદેસરની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન ધારી નજીકના હિમખીમડીપરા વિસ્તારમાં વસતા અને અમદાવાદના જુહાપુરા વિસ્તારના રહીશ મહોમંદ ફઝલ અબ્દુલ અઝીઝ શેખની તપાસ કરવામાં આવતા તેની પાસેથી કોઈ આધાર પુરાવા મળ્યા ન હતા. જેથી ધારી પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ દાખલ કરી હતી. ત્યાર બાદ આજે મદરેસા પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, હિમખીમડીપરા ખાતે આવેલા પ્લોટ નંબર ૬૬, વર્ષ 1990 માં ભીખુભાઈ અમીભાઈ મોગલને રહેણાંક હેતુ અર્થે ફાળવવામાં આવ્યો હતો, જે પ્લોટ ભીખુભાઈએ મદરેસાને દાનમાં આપ્યો હતો. હાલમાં આ તે મિલ્કતનો ઉપયોગ રહેણાંક હેતુ માટે થતો ન હોય અને મદરેસા તરીકે થતો હોય જેથી તે પ્લોટ…

પાકિસ્તાની કનેક્શન ધરાવતો અમરેલીનો મૌલવી ગુજરાત ATSના હવાલે, તપાસમાં થઈ શકે છે મોટા ખુલાસા

અમરેલી: ધારી તાલુકાના હિમખીમડીપરામાં એક મૌલાનાનું પાકિસ્તાન અને બાંગ્લાદેશ કનેશન સામે આવ્યું હતું. જેને લઈને ધારી પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ દરમિયાન આજે મૌલાનાને ગુજરાત ATS ને સોંપવામાં આવ્યો છે . આતંકી હુમલા બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. આ દરમિયાન શંકાસ્પદ લોકોની તપાસ કરી રહી છે અને પાકિસ્તાની અને બાંગ્લાદેશી નાગરિકોને ડીપોર્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.  જેમાં અમરેલી SOGની ટીમ ગેરકાયદે વસવાટ કરતા લોકોની તપાસ કરતી ત્યારે ધારીના હિમખીમડીપરાના મદ્રેસામાં ભણાવતા મૌલાના મોહંમદફઝલ શેખ પર SOGને શંકા ગઇ હતી. જેની તપાસ કરતાં તેમના ફોનમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના વોટ્સએપ ગ્રુપ મળી આવ્યા હતા. જેને લઈ તેમના વિરુદ્ધ જાણવાજોગ ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારે આજે તેમણે ગુજરાત…