Surat : સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ કથળી!, છેલ્લા 2 વર્ષમાં દુષ્કર્મના 657 કેસ નોંધાયા

દેશમાં સુરક્ષાની દ્રષ્ટિએ ગુજરાત રાજ્યને વધુ બહેતર માનવામાં આવે છે. પરંતુ હવે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ કથળી છે. ગુજરાતમાં મહિલાઓ પર દુષ્કર્મના કેસમાં ચિંતાજનક વધારો થયો છે. વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળમાં સુરતમાં ક્રાઈમ રેટના આંકડા બહાર આવ્યા છે. આ પણ વાંચો :- Gandhinagar : ગુજરાતમાં વધતા ગુનાઓને લઈને સરકાર એકશનમાં, હર્ષ સંઘવીએ કહ્યું- કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશો સુરતમાં ક્રાઈમ રેટ વધ્યો! :- સુરત શહેર અને જિલ્લામાં ક્રાઈમ રેટના ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. જેમાં છેલ્લા 2 વર્ષમાં સુરત શહેર, જિલ્લામાં હત્યાના 266 કેસ નોંધાયા છે. તો બીજી તરફ બે વર્ષમાં દુષ્કર્મના 657 કેસ, મહિલા અત્યાચારના 767 ગુના નોંધાયા છે. આ પણ વાંચો :- Ahmedabad : રાજ્યમાં ડ્રગ્સ વિરૂદ્ધ મોટુ અભિયાન, વિધાનસભામાં ગુજરાત ATSએ આંકડા…

Ahmedabad : રાજ્યમાં ડ્રગ્સ વિરૂદ્ધ મોટુ અભિયાન, વિધાનસભામાં ગુજરાત ATSએ આંકડા કર્યા રજૂ

ગુજરાતની જળ સિમાંકનમાંથી છેલ્લા 2 વર્ષમાં ATS દ્વારા રૂપિયા 484.85 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળમાં આ વિગતો સામે આવી છે. દરિયાઈ પટ્ટીમાંથી ATSએ કરેલી કામગીરીના આંકડા સામે આવ્યા છે. છેલ્લા 2 વર્ષમાં ATSએ કરેલી કામગીરીના આંકડા ગૃહમાં રજૂ કરવામાં આવ્યા છે. વર્ષ 2023માં રૂપિયા 422 કરોડની કિંમતનું 60 કિલો 304 ગ્રામ ડ્રગ્સ (મેથામ્ફેટામાઈન) ઝડપાયું છે. વર્ષ 2024માં રૂપિયા 62.85 કરોડની કિંમતનું 173 કિલો ચરસ તો 460 ગ્રામ હેરોઈન ઝડપાયું છે. એટીએસના ઓપરેશનમાં કુલ 6 વિદેશી નાગરીક ઝડપાયા છે. આ પણ વાંચો :- gandhinagar : આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર, ગ્રેડ પ્રે સહિતની માગ લઈને કરાયો વિરોધ થોડા દિવસ પહેલા જ અમદાવાદમાં આવેલી ફોરેન પોસ્ટ ઓફિસ એટલે કે વિદેશથી આવતા પાર્સલો અમદાવાદની આ પોસ્ટ…

ગુજરાત RTE એક્ટ હેઠળ વિદ્યાર્થીઓને સહાય આપનારુ દેશનું પ્રથમ રાજય બન્યું, શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે આપી માહિતી

RTE એક્ટ હેઠળ વિદ્યાર્થીઓને પુસ્તકો,ગણવેશ અને સહાય આપનારું ગુજરાત દેશનું પ્રથમ-રાજય બન્યું છે. વડોદરા અને જુનાગઢ જિલ્લામાં રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ વિદ્યાર્થીઓને પ્રવેશ અંગેની વિગતો આપતાં શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે જણાવ્યું કે, રાજ્યમાં આરટીઈ એક્ટ હેઠળ ખાનગી શાળાઓમાં ૨૫ ટકા બેઠકો નિયત કરવામાં આવી છે. આ માટે નિયત આવક ધરાવતાં વિદ્યાર્થીઓના વાલીઓએ ઓનલાઇન પોર્ટલ પર અરજી કરવાની રહે છે. શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે માહિતી આપતાં જણાવ્યું કે, રાજ્યમાં તા. ૧ એપ્રિલ, ૨૦૧૦થી આરટીઈ એક્ટ-૨૦૦૯ અમલી છે. જે મુજબ, શહેરી વિસ્તારમાં રૂ. ૧.૫૦ લાખ, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં રૂ. ૧.૨૦ લાખની વાર્ષિક આવક ધરાવતાં પરિવારોનાં બાળકોને આ કાયદા હેઠળ ખાનગી શાળાઓમાં ૨૫ ટકા બેઠકો પર પ્રવેશ આપવામાં આવે છે. જે અંતર્ગત, આરટીઈ એક્ટ હેઠળ ખાનગી પ્રાથમિક…