રાજ્યમાં સતત ડિમોલેશનથી લોકોમાં રોષ, મહેસાણામાં દુકાન, કોમ્પલેક્ષ, શોરૂમ આગળના દબાણો દૂર કરાયા

B INDIA મહેસાણા : રાજ્યનાં અલગ -અલગ જિલ્લાઓમાં ડિમોલેશન કામગીરી હાથ ધરાઈ છે. દ્વારકા, ચોટીલા બાદ હવે મહેસાણામાં પણ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે . નોટિસ આપવા છતાં દબાણ ન હટાવતા મનપાએ ડિમોલિશનની કામગીરી તેજ કરવામાં આવી છે. રાધનપુર રોડ પર દુકાન, કોમ્પલેક્ષ, શોરૂમ આગળના દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.મહેસાણામાં મનપા દ્વારા ટ્રાફિકને અડચણ રૂપ દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે. મનપાએ આપેલ નોટિસ બાદ કાર્યવાહી શરૂ કરી છે. રાધનપુર રોડ પર દુકાન, કોમ્પલેક્ષ અને શોરૂમ આગળના દબાણો દૂર કરાયા છે. જેમાં ટ્રાફિકને અડચણ રૂપ દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરાઇ છે.અગાઉ મહેસાણાના રાધનપુર ચોકડીથી પાંચોટ રોડ અને પાંચોટ રોડથી રાધનપુર ચોકડી સુધીના રસ્તામાં આવતા હંગામી કે કાયમી દબાણો કે માર્જિનની જગ્યામાં કરાયેલા…