રાજ્યમાં સતત ડિમોલેશનથી લોકોમાં રોષ, મહેસાણામાં દુકાન, કોમ્પલેક્ષ, શોરૂમ આગળના દબાણો દૂર કરાયા

B INDIA મહેસાણા : રાજ્યનાં અલગ -અલગ જિલ્લાઓમાં ડિમોલેશન કામગીરી હાથ ધરાઈ છે. દ્વારકા, ચોટીલા બાદ હવે મહેસાણામાં પણ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે . નોટિસ આપવા છતાં દબાણ ન હટાવતા મનપાએ ડિમોલિશનની કામગીરી તેજ કરવામાં આવી છે. રાધનપુર રોડ પર દુકાન, કોમ્પલેક્ષ, શોરૂમ આગળના દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.મહેસાણામાં મનપા દ્વારા ટ્રાફિકને અડચણ રૂપ દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે. મનપાએ આપેલ નોટિસ બાદ કાર્યવાહી શરૂ કરી છે.

રાધનપુર રોડ પર દુકાન, કોમ્પલેક્ષ અને શોરૂમ આગળના દબાણો દૂર કરાયા છે. જેમાં ટ્રાફિકને અડચણ રૂપ દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરાઇ છે.અગાઉ મહેસાણાના રાધનપુર ચોકડીથી પાંચોટ રોડ અને પાંચોટ રોડથી રાધનપુર ચોકડી સુધીના રસ્તામાં આવતા હંગામી કે કાયમી દબાણો કે માર્જિનની જગ્યામાં કરાયેલા દબાણ દૂર કરવા મનપા દ્વારા બે દિવસથી કવાયત શરૂ કરાઈ છે.

ગુરુવારે પાંજરાપોળથી પાંચોટ રોડ તરફના વિસ્તારમાં ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. મહેસાણામાં મનપા દ્વારા દબાણો દૂર કર્યા બાદ સમગ્ર વિસ્તારમાં અરાજકતાનું વાતાવરણ સર્જાયું હતું. અને દબાણકારોમાં ખળભળાટ મચી ગયો હતો. આ કડક કાર્યવાહીથી અન્ય વિસ્તારોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

 

Related Posts

Gandhinagarમાં ટેક્સી-રિક્ષા યુનિયનના સૂત્રોચ્ચાર સાથે ધરણાં… Struggle 2026

Gandhinagarમાં ટેક્સી-રિક્ષા યુનિયનના સૂત્રોચ્ચાર સાથે ધરણાં: વાહન વ્યવહાર કમિશનર કચેરી બહાર હોબાળો, ગુજરાત સરકાર હાય… હાય…ના નારા Gandhinagarમાં ટેક્સી અને રિક્ષાચાલક યુનિયનો દ્વારા વિવિધ પડતર પ્રશ્નોને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હોવાના અહેવાલો સામે આવ્યા છે. વાહન વ્યવહાર કમિશનરની કચેરી બહાર એકત્ર થયેલા ચાલકોએ પોતાની માંગણીઓના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. આ દરમિયાન ‘ગુજરાત સરકાર હાય… હાય…’ના નારા લગાવવામાં આવતા કચેરી બહારનો માહોલ ગરમાયો હતો. રિક્ષા અને ટેક્સી ચાલકો લાંબા સમયથી ભાડા, CNGના વધતા ખર્ચ, એપ આધારિત પરિવહન સેવાઓ અને ડ્રાઇવરોને મળતા વળતર સહિતના પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. તાજેતરના અહેવાલોમાં પણ યુનિયનો દ્વારા વાહન વ્યવહાર વિભાગ સમક્ષ આ મુદ્દાઓ અંગે રજૂઆતો કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. -> Gandhinagar : વાહન વ્યવહાર કમિશનર કચેરી બહાર વિરોધ :…

Cotton MSP Rate 2026-27 Gujarat: કપાસના ભાવને લઈને સરકારનો મોટો નિર્ણય.. Minimum Support Price..

Gujaratના કપાસ ખેડૂતો માટે મોટી તક: ટેકાના ભાવે કપાસ વેચવા 31 ઓક્ટોબર સુધી નોંધણી Gujaratના કપાસ પકવતા ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ચાલુ વર્ષ 2026-27માં ટેકાના ભાવે કપાસનું વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતો માટે નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. રાજ્યના ખેડૂતોને તેમની ઉપજનો યોગ્ય અને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ભારત સરકાર દ્વારા દર વર્ષે વિવિધ કૃષિ જણસીઓની લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે MSP હેઠળ ખરીદી કરવામાં આવે છે. આ જ પ્રક્રિયા અંતર્ગત Gujaratના કપાસ ખેડૂતો પાસેથી પણ ટેકાના ભાવે કપાસની ખરીદી કરવામાં આવશે. ટેકાના ભાવે કપાસ વેચવા ઈચ્છતા ખેડૂતો માટે ખાસ મહત્વની વાત એ છે કે તેઓ 31 ઓક્ટોબર, 2026 સુધી ભારતીય કપાસ નિગમ લિમિટેડ એટલે કે CCIની “કપાસ કિસાન” મોબાઇલ એપ્લિકેશન…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *