ચોમાસુ સત્ર પહેલા લોકસભા સ્પીકરે બોલાવી BACની બેઠક, જનહિતના મુદ્દાઓ પર ચર્ચા; તમામ પક્ષોને સહયોગની અપીલ
સંસદનું ચોમાસુ સત્ર સોમવારથી શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે તેની તૈયારીઓ તેજ બની ગઈ છે. સત્ર પહેલા રવિવારે લોકસભા સ્પીકર ઓમ બિરલાએ બિઝનેસ એડવાઇઝરી કમિટી BACની મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી. બેઠકમાં વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો અને આગામી સત્ર દરમિયાન ગૃહમાં ચર્ચા માટેના મહત્વના મુદ્દાઓ તેમજ કાયદાકીય કાર્યો અંગે પોતાના સૂચનો રજૂ કર્યા હતા. બેઠક દરમિયાન સ્પીકર ઓમ બિરલાએ તમામ રાજકીય પક્ષોને લોકસભાની કાર્યવાહી શાંતિપૂર્ણ અને સુચારુ રીતે ચલાવવામાં સહયોગ આપવા અપીલ કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સંસદમાં રચનાત્મક ચર્ચા અને અર્થપૂર્ણ ભાગીદારી દ્વારા જ જનહિતના મુદ્દાઓનો યોગ્ય ઉકેલ લાવી શકાય છે. જનહિતના મુદ્દાઓ પર ચર્ચાના સૂચનો બિઝનેસ એડવાઇઝરી કમિટીની બેઠકમાં સરકાર અને વિપક્ષ બંને તરફથી સભ્યોએ આગામી સત્રમાં હાથ ધરાનારા કાનૂની…
સોનમ વાંગચુક આવતીકાલે ભૂખ હડતાળ સમાપ્ત કરી શકે, પત્નીએ મૂકી બે શરતો
લદ્દાખના સામાજિક કાર્યકર અને શિક્ષણવિદ સોનમ વાંગચુકની ભૂખ હડતાળને લઈને મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. તેમની પત્ની ગીતાંજલિ આંગ્મોએ જાહેરાત કરી છે કે જો રાજકીય નેતાઓ સંસદના ચોમાસુ સત્ર દરમિયાન શિક્ષણમાં જવાબદારી અને સંબંધિત મુદ્દાઓ ઉઠાવવાની ખાતરી આપશે, તો સોનમ વાંગચુક આવતીકાલે પોતાની ભૂખ હડતાળ સમાપ્ત કરવા તૈયાર છે. ગીતાંજલિ આંગ્મોએ જણાવ્યું કે નેતાઓએ હોસ્પિટલમાં જઈને સોનમ વાંગચુકને રૂબરૂ મળીને વિશ્વાસ આપવો પડશે કે તેઓ સંસદમાં આ મુદ્દાઓને પ્રાથમિકતા આપશે. આવી ખાતરી મળ્યા બાદ જ તેઓ પોતાની ભૂખ હડતાળનો અંત લાવશે. સમર્થકોને શાંતિપૂર્ણ વિરોધનું આહ્વાન 20 જુલાઈએ યોજાનારી “સંસદ ચલો” માર્ચ પહેલા ગીતાંજલિ આંગ્મોએ જંતર-મંતર પર હાજર સમર્થકોને સોનમ વાંગચુકનો સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે વિરોધ પ્રદર્શન સંપૂર્ણપણે શાંતિપૂર્ણ રહેવું જોઈએ અને કોઈ પણ વ્યક્તિ અથવા…
દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટો ખુલાસો: શંકાસ્પદો એક નહીં પણ બે કારમાં આવ્યા હતા ! હવે પોલીસ ગોતી રહી છે આ કાર
દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ નવા ખુલાસા થઈ રહ્યા છે. દિલ્હી પોલીસના એક સૂત્રએ જણાવ્યું હતું કે તપાસમાં જાણવા મળ્યું છે કે વિસ્ફોટમાં વપરાયેલી હ્યુન્ડાઈ i20 સાથે જોડાયેલા અન્ય શંકાસ્પદો પાસે બીજી લાલ કાર પણ હતી. પોલીસે આ શંકાસ્પદ લાલ ફોર્ડ ઇકોસ્પોર્ટ કારને શોધવા માટે રાષ્ટ્રીય રાજધાનીના તમામ પોલીસ સ્ટેશનો, ચોકીઓ અને સરહદી ચોકીઓ પર એલર્ટ જારી કર્યું છે. એક મીડિયાના અહેવાલો મુજબ બુધવારે એક સૂત્રએ જણાવ્યું હતું કે લાલ ફોર્ડ ઇકોસ્પોર્ટ કાર શોધવા માટે દિલ્હી પોલીસની ઓછામાં ઓછી પાંચ ટીમો તૈનાત કરવામાં આવી છે. પડોશી રાજ્યોની પોલીસને પણ એલર્ટ કરવામાં આવી છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને હરિયાણાની પોલીસને વધુ સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી…
Delhi: લાલ કિલ્લા પાસે કારમાં થયો બ્લાસ્ટ; 8 લોકોના મોત, 24 ઘાયલ, સમગ્ર દિલ્હીમાં હાઇ એલર્ટ
દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે એક કારમાં જોરદાર વિસ્ફોટ થતાં અફડાતફડી મચી ગઈ હતી. આ વિસ્ફોટમાં 8 લોકોના મોત થયા છે જ્યારે 24 લોકો ઘાયલ થયા છે. કહેવાય છે કે વિસ્ફોટ સાથે કાર ભીષણ રીતે સળગવા લાગી હતી. આ વિસ્ફોટ લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન ગેટ નંબર 1 પાસે થયો હતો. વિસ્ફોટ ની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની 7 ગાડીઓ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ હતી. કહેવાય છે કે વિસ્ફોટને કારણે ત્યાં પાર્ક કરેલા ઘણા વાહનોમાં પણ આગ લાગી ગઈ હતી. વિસ્ફોટનું કારણ હજુ સ્પષ્ટ નથી. ફાયર બ્રિગેડના વાહનો અને પોલીસ ટીમ ઘટનાસ્થળે હાજર છે. જયપુરમાં એલર્ટ જારી પોલીસે લાલ કિલ્લાની સામેનો રસ્તો બંને બાજુ ટ્રાફિક માટે બંધ કરી દીધો હતો. દિલ્હી વિસ્ફોટ બાદ, જયપુરમાં હવે એલર્ટ…
દિલ્હીના મુસ્તફાબાદમાં ચાર માળની ઇમારત ધરાશાયી, 6 લોકોના મોત…. જુઓ દુર્ઘટનાના CCTV
દિલ્હીના મુસ્તફાબાદ વિસ્તારમાં એક મોટી દુર્ઘટના બની હતી જ્યારે એક ચાર માળની ઇમારત અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 6 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે લગભગ 28 લોકો કાટમાળમાં ફસાયા હોવાની આશંકા છે. આ ઇમારતમાં ઘણા પરિવારો રહેતા હતા, તેથી મૃતકો અને ઘાયલોની સંખ્યા વધવાની આશંકા છે. બચાવ કામગીરી શરૂ ફાયર વિભાગના અધિકારી રાજેન્દ્ર અટવાલે માહિતી આપી હતી કે તેમને બપોરે લગભગ 2:50 વાગ્યે અકસ્માતની માહિતી મળી હતી. સ્થળ પર પહોંચતા જાણવા મળ્યું કે આખી ઇમારત પત્તાની જેમ ધરાશાયી થઈ ગઈ હતી. NDRF અને દિલ્હી ફાયર સર્વિસની ટીમો છેલ્લા 6 કલાકથી સતત બચાવ કામગીરી ચલાવી રહી છે. અત્યાર સુધીમાં કાટમાળમાંથી 10 લોકોને બચાવવામાં આવ્યા છે, જેમાંથી 6 લોકોના મોત થયા છે. અકસ્માતની…
સીએમ રેખા ગુપ્તાના કાર્યાલયમાંથી આંબેડકર-ભગત સિંહની તસવીર હટાવવા બાદ AAP એ રોષ વ્યક્ત કર્યો…
દિલ્હી વિધાનસભા સમાચાર: દિલ્હીમાં વિપક્ષ આમ આદમી પાર્ટી (AAP) એ દાવો કર્યો છે કે વિધાનસભામાં મુખ્યમંત્રી રેખા ગુપ્તાના કાર્યાલયમાંથી બંધારણના ઘડવૈયા ભીમરાવ આંબેડકર અને શહીદ ભગતસિંહના ચિત્રો દૂર કરવામાં આવ્યા છે. પૂર્વ સીએમ આતિશીએ કહ્યું કે આનાથી ભાજપની દલિત વિરોધી રાજનીતિનો પર્દાફાશ થાય છે. વિપક્ષના નેતા આતિશીએ કહ્યું, “અરવિંદ કેજરીવાલના દિલ્હી સરકારમાં મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન, દરેક સરકારી કાર્યાલયમાં આંબેડકર અને શહીદ ભગતસિંહના ફોટા લગાવવામાં આવ્યા હતા. પરંતુ આજે જ્યારે અમે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને વિધાનસભા સ્થિત તેમના કાર્યાલયમાં મળવા ગયા, ત્યારે અમે જોયું કે બંને ફોટા મુખ્યમંત્રી કાર્યાલયમાંથી દૂર કરવામાં આવ્યા છે, AAP વિધાનસભામાં આનો સખત વિરોધ કરે છે. AAP એ દાવો કર્યો હતો કે મુખ્યમંત્રી કાર્યાલયમાં હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ…












