₹20 લાખથી વધુના ફ્રોડ કેસમાં સીધી FIR નહીં? પોલીસ કમિશ્નરના પરિપત્ર સામે હાઇકોર્ટમાં PIL
– પરિપત્રથી ફરિયાદ નોંધવામાં વિલંબ થાય છે, તેથી રદ કરવાની PILમાં માંગ – ₹20 લાખથી વધુના ફ્રોડ કેસમાં સીધી FIR નહીં, પહેલા કમિશ્નરની મંજૂરી જરૂરી પંકજ મકવાણા – અમદાવાદ: શહેરમાં ₹20 લાખથી વધુની છેતરપિંડી અથવા મિલકત સંબંધિત ફ્રોડ કેસોમાં સીધી FIR નોંધવાની પ્રક્રિયા અંગે કાનૂની વિવાદ ઊભો થયો છે. અમદાવાદના પોલીસ કમિશ્નર દ્વારા વર્ષ 2020માં બહાર પાડવામાં આવેલા પરિપત્રને પડકારતી જાહેરહિતની અરજી ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવી છે. અરજદારનો આક્ષેપ છે કે પરિપત્રના કારણે મોટા ફ્રોડ કેસોમાં ફરિયાદ નોંધવાની પ્રક્રિયા વધુ લાંબી બની જાય છે અને નાગરિકોને ન્યાય મેળવવામાં અનાવશ્યક વિલંબ થાય છે. અરજી મુજબ, ₹20 લાખથી વધુના ચિટીંગ અથવા મિલકત સંબંધિત ફ્રોડ કેસમાં પોલીસ સ્ટેશન સીધી FIR નોંધતું નથી. પહેલા ફરિયાદને ઉચ્ચ અધિકારીઓ સુધી મોકલવામાં આવે…
અનમોલ બિશ્નોઈને 1 વર્ષ સુધી પોલીસ કસ્ટડીમાં નહીં લેવામાં આવે, જાણો આખો મામલો
કુખ્યાત ગેંગસ્ટર અનમોલ બિશ્નોઈને લઈ ગૃહમંત્રાલયે એક મહત્વપૂર્ણ આદેશ જાહેર કર્યો છે. BNSSની કલમ 303 હેઠળ જાહેર કરાયેલા આ આદેશ મુજબ દેશની કોઈ પણ રાજ્ય પોલીસ કે તપાસ એજન્સી અનમોલ બિશ્નોઈને આગામી 1 વર્ષ સુધી કસ્ટડીમાં લઈ શકશે નહીં. હવે જો કોઈ એજન્સીને તેની પૂછપરછ કરવાની હોય, તો તેને માત્ર તિહાડ જેલમાં જ પૂછપરછ કરવાની છૂટ રહેશે. ગૃહમંત્રાલયે આ નિર્ણય રાષ્ટ્રીય સુરક્ષા, જેલ સુરક્ષા, અને કાનૂન-વ્યવસ્થા પર પડતી અસરને ધ્યાનમાં રાખીને લીધો છે. આ જ પ્રકારનો આદેશ તેના મોટા ભાઈ લોરેન્સ બિશ્નોઈ પર પણ લાગુ છે, જે હાલમાં સાબરમતી જેલમાં બંધ છે. BNSS ની કલમ 303 શું કહે છે? BNSS (Bharatiya Nagarik Suraksha Sanhita) ની કલમ 303 અનુસાર, ગૃહમંત્રાલય પાસે અધિકાર છે કે તે કોઈ પણ…
રાજકુમાર જાટ મોત મામલો: SP પ્રેમસુખ ડેલુ HC રિપોર્ટ તૈયાર કરશે, જાણો વિગત
ચકચારી રાજકુમાર જાટની અદનવાર્ષક મોત કેસમાં પોલીસ દ્વારા તપાસની ગતિ વધારી દેવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુને આ કેસના મુખ્ય તપાસ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમણે DYSP જે.ડી. પુરોહિત સાથે મળીને કેસ સંબંધિત લોકોને પૂછપરછ કરવાનું શરૂ કર્યું છે. ગણેશ ગોંડલ સહિત 13 લોકોની પૂછપરછ તપાસ દરમિયાન પોલીસ દ્વારા ગણેશ ગોંડલ સહિત કુલ 13 લોકોની પૂછપરછ કરવામાં આવી છે અને તેમના નિવેદનો નોંધાયા છે. તપાસ અધિકારી પ્રેમસુખ ડેલુ દ્વારા આ કેસની હાલની પ્રગતિનો પ્રોગ્રેસ રિપોર્ટ 10 ડિસેમ્બરના રોજ હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવશે. કાયદાકીય અને નાગરિક દૃષ્ટિકોણ આ કેસ સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બની ગયો છે. પોલીસ દ્વારા તપાસ કડક અને તટસ્થ રીતે ચાલી રહી છે, જેથી કેસના તમામ પાસાંઓનું સંપૂર્ણ નિરીક્ષણ થાય.…
EDની મોટી કાર્યવાહી: પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં 44 સ્થળોએ દરોડા, કરોડોનો મુદ્દામાલ જપ્ત
પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મોટી કાર્યવાહી હાથ ધરી છે. બંને રાજ્યોમાં EDએ કુલ 44 સ્થળોએ દરોડા પાડ્યા હતા, જેમાં રૂ. 14 કરોડથી વધુ કિંમતના રોકડ અને સોનાના દાગીના જપ્ત કરવામાં આવ્યા. દરોડા દરમિયાન, કોલસા સિન્ડિકેટ સાથે સંકળાયેલા વ્યક્તિઓ પાસેથી અસંખ્ય મિલકતના દસ્તાવેજો, જમીન ખરીદી અને વેચાણ કરાર, ડિજિટલ ઉપકરણો, કંપની ખાતાવહી અને અન્ય પુરાવા મળી આવ્યા. EDની તપાસ પશ્ચિમ બંગાળ અને ઝારખંડ પોલીસ દ્વારા દાખલ કરાયેલી FIR પર આધારિત છે, જેમાં બંને રાજ્યો વચ્ચે ગેરકાયદેસર કોલસા સપ્લાય નેટવર્ક કાર્યરત હોવાનો આરોપ છે. પશ્ચિમ બંગાળમાં દુર્ગાપુર, પુરુલિયા, હાવડા અને કોલકાતામાં 24 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા. અહીં નરેન્દ્ર ખારકા, કૃષ્ણ મુરારી કાયલ, યુધિષ્ઠિર ઘોષ, રાજ કિશોર યાદવ, લોકેશ સિંહ, ચિન્મય મંડલ,…










