બાંગ્લાદેશ ક્રિકેટરને લાગ્યો ઝટકો, ઓલરાઉન્ડર પર ચાલુ રહેશે પ્રતિબંધ
ચેમ્પિયન ટ્રોફી રમાવાને હવે માત્ર 5 અઠવાડિયાનો સમય લાગ્યો છે. 19 ફ્રેબુઆરીથી શરુ થનાર આ ટૂર્નામેન્ટ પહેલા બાંગ્લાદેશની ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો દિગ્ગજ ઓલરાઉન્ડર શાકિબ અલ હસન સતત બીજી વખત બોલિંગ એક્શનના ટેસ્ટમાં ફેલ રહ્યો છે.એટલે કે, બાંગ્લાદેશ માટે તે આ ટૂર્નામેન્ટમાં બોલિંગ કરી શકશે નહિ. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે જણાવ્યું કે, ચેન્નાઈના શ્રી રામ ચંદ્ર ટેસ્ટ ફોર સ્પોર્ટસ સાયન્સમાં શાકિબે બોલિંગ એક્શન માટે ગત્ત મહિને ટેસ્ટ આપી હતી. જેમાં તે પાસ થઈ શક્યો નહિ. શાકિબ અલ હસન ગત્ત વર્ષ ભારત વિરુદ્ધ રમાયેલી 2 ટેસ્ટ મેચની સીરિઝ બાદ કાઉન્ટી ક્રિકેટ માટે ઈંગ્લેન્ડ ગયો હતો. તેના બોલિંગ એક્શનની ફરિયાદ પણ થઈ હતી. સાથે બોલિંગ પર પ્રતિબંધ લગાવવમાં આવ્યો હતો. ત્યારબાદ શાકિબે પોતાની એક્શનની તપાસ માટે…







