કર્ણાટક સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય: રખડતા શ્વાનના હુમલામાં મૃત્યુ થાય તો પરિવારને ₹5 લાખનું વળતર

કર્ણાટકમાં વધી રહેલા રખડતા શ્વાનોના હુમલાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે માનવતાપૂર્વકનો મોટો નિર્ણય કર્યો છે. હવે રાજ્યમાં રખડતા શ્વાન કરડવાથી કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય, તો મૃતકના પરિવારને કર્ણાટક સરકાર તરફથી ₹5 લાખનું વળતર આપવામાં આવશે. આ મહત્વપૂર્ણ નિર્ણય રાજ્ય કેબિનેટની તાજેતરની બેઠકમાં મંજૂર કરવામાં આવ્યો હતો. શહેરી વિકાસ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, રખડતા ઢોર અને શ્વાનોની સમસ્યાનો સ્થાયી ઉકેલ લાવવા સરકાર વિવિધ પગલાં લઈ રહી છે. પરંતુ અકસ્માતની ઘટનામાં પીડિત પરિવારોને આર્થિક સુરક્ષા પૂરી મળે તે હેતુથી આ નવી વળતર નીતિ અમલમાં મૂકી છે. ઈજાઓ માટે પણ સહાયની જાહેરાત – મૃત્યુની સાથે–સાથે શ્વાન કરડવાથી થતા ઈજાઓ માટે પણ સરકાર દ્વારા વળતરની વ્યવસ્થા કરવામાં આવી છે. નવી નીતિ મુજબ: – જો વ્યક્તિને રખડતા શ્વાન કરડે અને…

સરકાર રાજકીય કારણોસર વાયનાડના પીડિતોને યોગ્ય સહાયથી વંચિત રાખી રહી છેઃ પ્રિયંકા ગાંધી

સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે, આ વખતે સત્ર અત્યાર સુધી ખૂબ જ ઘોંઘાટભર્યું રહ્યું છે. સંસદની કાર્યવાહી આજે ફરી શરૂ થઈ. સત્રની કાર્યવાહી શરૂ થતાં જ કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ લોકસભામાં પ્રશ્ન પૂછ્યો હતો. પ્રિયંકા ગાંધીએ તેમના સંસદીય મતવિસ્તાર વાયનાડમાં માણસો અને પ્રાણીઓ વચ્ચે વધી રહેલા સંઘર્ષ અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. પ્રિયંકા ગાંધીએ લોકસભામાં પૂછ્યું કે એક વર્ષમાં 90થી વધુ લોકો પ્રાણીઓના હુમલાથી પ્રભાવિત થયા છે. ગઈકાલે જ કોઈ પર જંગલી પ્રાણીઓ, એક જંગલી હાથી દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. તેથી હું એ પણ પૂછવા માંગુ છું કે આ સંઘર્ષથી પ્રભાવિત ખેડૂતો અને સામાન્ય લોકો માટે વળતરની શું વ્યવસ્થા છે. પ્રિયંકાના સવાલનો શું હતો જવાબ? :- પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે પ્રિયંકા ગાંધી…