રોહિત ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણી માટે કેપ્ટન હશે, બીસીસીઆઈના સૂત્રએ કરી છે પુષ્ટિ
એક રીતે જોઈએ તો ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત રોહિત શર્મા માટે વરદાન સમાન છે. થોડા સમય પહેલા, ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં તેના અત્યંત ખરાબ પ્રદર્શન બાદ, એવા અહેવાલો આવ્યા હતા કે BCCIએ તેને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવા માટે મનાવી લીધો હતો. જોકે, ચેમ્પિયન્સ ટ્રોફી બાદ તેની કારકિર્દી ફરી એકવાર ‘ઓલરાઉન્ડ’ ટ્રેક પર આવી ગઈ છે. હવે તાજા સમાચાર એ છે કે આ વર્ષે જૂન-ઓગસ્ટમાં રમાનારી પાંચ ટેસ્ટ મેચની શ્રેણી માટે રોહિત ભારતીય ટીમનો કેપ્ટન રહેશે. આ પણ વાંચો :- રશિયન સેનાથી ઘેરાયેલા હજારો યુક્રેનિયન સૈનિકોના જીવ બચાવવા ટ્રમ્પે પુતિનને અપિલ કરી ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન રન માટે ખરાબ રીતે ઝંખ્યા બાદ રોહિતે સિડનીમાં રમાયેલી છેલ્લી ટેસ્ટમાંથી બહાર બેસવાનો નિર્ણય લીધો હતો. આ પછી, એવી ઉગ્ર ચર્ચાઓ થઈ હતી કે…
ડાકોર ટેમ્પલ કમિટી ફરી વિવાદમાં, ઠાકોરજીની આરતીનું સ્થળ બદલવા ભક્તોમાં રોષ
ડાકોર ટેમ્પલ કમિટી ફરી વિવાદમાં આવી છે. ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા વધુ એક વિવાદિત નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં ઇતિહાસમાં પ્રથમવાર ઠાકોરજીની આરતીનું સ્થળ બદલવામાં આવ્યું છે. કમિટી દ્વારા કરવામાં આવેલ નિર્ણય મુજબ આરતી સમયે કોઈપણ વારાદારી સિંહાસન કે તેના પાટિયા પર ઉભા રહી શકશે નહી. આજથી તમામ આરતી માટે આ નિર્ણય લાગુ કરવામાં આવ્યો હતો. જેમાં હવેથી સિંહાસન તેમજ પાટિયા પર ઉભા રહી શકાશે નહી અને નીચેથી સન્મુખ ઉભા રહીને વારાદારીઓએ આરતી ઉતારવાની રહેશે. આ પણ વાંચો :- દ્વારકા શિવલિંગ ચોરી મામલે આરોપીઓની ધરપકડ, પૂછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસો ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. કારણ કે 22/11/24 ના રોજ આરતી સમયે તપોધન વારાદારીનો ખેસ સળગવાની ઘટના બની હતી. જેમાં તે સમયે વારાદારી નીચે…








