ચીને ફરીએકવાર સરહદ નજીક લશ્કરી કવાયત શરૂ કરી, અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ
ભારત અને ચીન વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર શાંતિ સ્થાપિત કરવાના પ્રયાસો વચ્ચે, ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA) એ ફરી એકવાર સરહદ નજીક લશ્કરી કવાયત શરૂ કરી છે. આ કવાયતમાં ડ્રોન અને માનવરહિત સિસ્ટમ જેવી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ચીનનું આ પગલું એવા સમયે આવ્યું છે જ્યારે બંને દેશો વચ્ચે પેટ્રોલિંગ પુનઃસ્થાપિત કરવા માટે કરાર થયો છે..ભારત અને ચીન વચ્ચે 21 ઓક્ટોબર 2024 ના રોજ એક કરાર પર હસ્તાક્ષર થયા હતા, જે હેઠળ ડેપસાંગ અને ડેમચોક જેવા સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ ફરી શરૂ કરવા સંમતિ આપવામાં આવી હતી. આ કરાર 2020 માં ગાલવાન ખીણમાં થયેલી અથડામણ પછી તણાવ ઘટાડવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું હતું. આ કરાર છતાં, સરહદ પર બંને પક્ષો વચ્ચે અનિશ્ચિતતા…







