7 મેટ્રો સ્ટેશન બંધ, રસ્તાઓ પર બેરિકેડથી થયું ‘દિલ્હી જામ’
રાજધાની દિલ્હીમાં ગુરુવારે જંતર-મંતર ખાતે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને કારણે સેન્ટ્રલ દિલ્હીની ટ્રાફિક વ્યવસ્થા પર ભારે અસર જોવા મળી હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસે અનેક મુખ્ય રસ્તાઓ પર બેરિકેડ લગાવ્યા હતા અને દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) દ્વારા 17 મેટ્રો સ્ટેશન બંધ રાખવામાં આવ્યા હતા. આ કારણે હજારો મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને અનેક વિસ્તારોમાં વાહનોની લાંબી લાઈનો લાગી હતી. જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને પગલે સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી હતી. પોલીસે સંવેદનશીલ વિસ્તારોમાં મોટી સંખ્યામાં જવાનો તૈનાત કર્યા હતા અને વાહન વ્યવહારને નિયંત્રિત કરવા માટે વિવિધ માર્ગો પર રોક લગાવવામાં આવી હતી. આ વ્યવસ્થાના કારણે સેન્ટ્રલ દિલ્હીના અનેક મહત્વપૂર્ણ વિસ્તારોમાં ટ્રાફિક ધીમો પડી ગયો હતો.…
શહેરમાં ટ્રાફિકની સૌથી મોટી સમસ્યા છે, યોગ્ય પ્લાનિંગ સાથે જવાનોની ભરતી કરો: હાઈકોર્ટ
ગુજરાતમાં ટ્રાફિકના વધતા પડકારોને લઈને હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. રાજ્ય સરકારએ આ મામલે ટ્રાફિક નિયંત્રણ અને પોલીસ તંત્રના પ્રયાસોને વર્ણવતા જણાવ્યા કે, હાલ રાજ્યમાં 10મી માર્ચ સુધી ટ્રાફિક ડ્રાઈવ ચાલી રહી છે. આ ડ્રાઈવ દરમિયાન ટ્રાફિક પોલીસ દ્વારા વધુ સાવચેત અને સક્રિયતા લાવી રહી છે. ટ્રાફિકના પ્રશ્ને હાઈકોર્ટની કડક સૂચના કોર્ટના ધ્યાનમાં આ બાબત આવી હતી કે શહેરોમાં ટ્રાફિક સમસ્યા વધી રહી છે અને એ માટે યોગ્ય પ્લાંનિંગની ખૂબ જરૂર છે. આને ધ્યાનમાં રાખતા, રાજ્ય સરકારે કોર્ટને જણાવ્યું હતું કે, ટ્રાફિક પોલીસે હાલ 650 નવા જવાનોની ભરતી શરૂ કરી છે. જેમણે ટ્રાફિકના કામકાજ માટે ખાસ ટ્રેનિંગ મેળવ્યું છે. બોડી વોર્ન કેમેરા અને એઆઈ ટેક્નોલોજીનો ઉપયોગ આ નવિનીકરણ માટે બોડી વોર્ન કેમેરા સાથે ટ્રાફિક જવાનોની ફરજ…
AMTS બસની વધુ એક બેદરકારી આવી સામે, બે રાહદારીને અડફેટે લીધા
અમદાવાદના કાંકરિયા દીવાન બલ્લુભાઈ સ્કૂલ રોડ નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS)ની બસે એક યુવકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતના કારણે સ્થાનિક વિસ્તારમાં થોડીવાર માટે દોડધામ મચી ગઈ હતી, અને લોકો એકઠા થઈ ગયા હતા. AMTS બસના ચાલકે પુરપાટ ઝડપે યુવકને અડફેટે લીધો ઘટનાની માહિતી મુજબ, અકસ્માતમાં ઘવાયેલો યુવક હિંમતનગરથી છૂટક મજૂરી માટે અમદાવાદ આવ્યો હતો. તે રોડ પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે AMTS બસના ચાલકે તેને પૂરપાટ ઝડપે અડફેટે લીધો. આ ટક્કર એટલી જોરદાર હતી કે, યુવક જમીન પર પટકાયો અને તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટના બાદ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્ત યુવકને તુરંત હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર…
અમદાવાદમાં સુભાષ બ્રિજ અચાનક બંધ, વાહનચાલકો માટે વિકલ્પ માર્ગ સૂચવાયા
અમદાવાદના વ્યસ્ત સુભાષ બ્રિજને મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા અચાનક બંધ કરવામાં આવ્યું છે, જેના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક જામી સ્થિતિ સર્જાઈ છે. બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ જોવા મળતા, AMCની ટીમે સુરક્ષાને પગલે તાત્કાલિક રિપેરિંગ શરૂ કરવાનો નિર્ણય કર્યો. તાત્કાલિક પગલાં અને ટ્રાફિક પર અસર – બ્રિજ બંધ થતાં નારણઘાટ, સુભાષબ્રિજ સર્કલ અને આસપાસના વિસ્તારોમાં વાહનોની લાઈનો કિલોમીટર્સ સુધી લાગી ગઈ. – ટ્રાફિક પોલીસ અને AMCના સ્ટાફ તાત્કાલિક માર્ગ પર ઉતરીને વાહનચાલકોને માર્ગદર્શન આપી રહ્યા છે. – ઘણા વાહનચાલકોને રસ્તા ફેરવવા અને વિકલ્પ માર્ગો અપનાવવા માટે મંજુર થવું પડ્યું. AMCના બ્રિજ પ્રોજેક્ટ વિભાગે જણાવ્યું કે તિરાડની પ્રાથમિક તપાસમાં બ્રિજના મધ્ય ભાગમાં સ્પાન નીચે સરકવાનો ખતરનાક સંકેત જોવા મળ્યો. આ સ્થિતિને કારણે સાંજે છ વાગ્યે બ્રિજ સંપૂર્ણપણે…











