જામનગરમાં ચાંદીપુરાની દહેશત: વધુ 3 બાળ દર્દીઓનાં મોત, શંકાસ્પદ મૃત્યુઆંક 9 થયો

જામનગર જિલ્લામાં ચાંદીપુરા વાઇરસના શંકાસ્પદ કેસોને લઈને ચિંતા વધી રહી છે. જિલ્લામાં ચાંદીપુરા રોગના લક્ષણો ધરાવતા બાળ દર્દીઓમાં છેલ્લા કેટલાક દિવસોથી વધારો જોવા મળ્યો છે. દરમિયાન છેલ્લા બે દિવસમાં વધુ ત્રણ બાળ દર્દીઓનાં સારવાર દરમિયાન મોત થતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે. આ સાથે જામનગર જિલ્લામાં ચાંદીપુરા સંબંધિત શંકાસ્પદ કેસોમાં અત્યાર સુધી કુલ 9 બાળકોનાં મોત થયાં હોવાનું સામે આવ્યું છે. જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા બાળ દર્દીઓની સંખ્યા અગાઉ પાંચ સુધી પહોંચી હતી. જોકે, ત્રણ દર્દીઓનાં મોત બાદ હવે હોસ્પિટલમાં બે બાળ દર્દીઓ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા બંને દર્દીઓની સારવાર અને સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. ધ્રોલના બાળકનો ચાંદીપુરા રિપોર્ટ પોઝિટિવ ધ્રોલ પંથકના એક બાળકમાં ચાંદીપુરા…

રાજકોટમાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા 6 વર્ષીય બાળકનું મોત

રાજકોટમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતા 6 વર્ષીય બાળકના મોતથી આરોગ્ય તંત્રમાં ચિંતા વધી છે. ધ્રોલ પંથકના આ બાળકની રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર ચાલી રહી હતી. જોકે, સારવાર દરમિયાન જ બાળકનું મોત થતાં પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. મળતી માહિતી અનુસાર, બાળકમાં ચાંદીપુરા વાયરસ જેવા લક્ષણો જોવા મળ્યા બાદ તેને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બાળકની સ્થિતિ ગંભીર હોવાથી તબીબોની ટીમ દ્વારા સતત દેખરેખ હેઠળ સારવાર આપવામાં આવી રહી હતી. ચાંદીપુરાનો લેબ રિપોર્ટ આવે તે પહેલાં જ બાળકનું મોત આરોગ્ય વિભાગ દ્વારા ચાંદીપુરા વાયરસની શક્યતાને ધ્યાનમાં રાખીને બાળકના જરૂરી સેમ્પલ લેવામાં આવ્યા હતા. લોહીના નમૂના સહિતના સેમ્પલ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જોકે, ચકાસણીના રિપોર્ટ આવે…

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો પ્રકોપ: 184 શંકાસ્પદ કેસમાંથી 35 પોઝિટિવ, 22 બાળકોના મોત

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગ સંપૂર્ણ એલર્ટ પર છે. રાજ્યમાં 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં વાયરસના લક્ષણો જોવા મળતા તપાસ, સારવાર અને સર્વેલન્સ વધુ સઘન બનાવવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં નોંધાયેલા 184 શંકાસ્પદ કેસોમાંથી 35 કેસ ચાંદીપુરા વાયરસ માટે પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે, જ્યારે 11 દર્દીઓના સેમ્પલના ટેસ્ટ રિપોર્ટ હજુ બાકી છે. ગુજરાતમાં રાજ્યના આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ ચાંદીપુરા વાયરસની હાલની સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું કે, તમામ શંકાસ્પદ કેસ ચાંદીપુરા વાયરસના નથી. આરોગ્ય વિભાગ દરેક કેસની તપાસ કરી રહ્યું છે અને લેબોરેટરી પરીક્ષણ બાદ જ અંતિમ પુષ્ટિ કરવામાં આવે છે. ગુજરાતમાં 22 બાળકોના મોતથી ચિંતા વધી ગુજરાતમાં આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના કારણે 22 બાળકોના મોત થયા છે. આ આંકડાએ…