Rajkot : રાજકોટ હોળી-ધુલેટીના પર્વને લઇ તમામ પોલીસકર્મીઓની રજાઓ રદ્દ
રાજકોટમાં હોળી-ધુલેટીના પર્વને લઇ તમામ પોલીસકર્મીઓની રજાઓ રદ્દ કરાઇ છે. હોળી એ આનંદ અને ઉજવણીનો તહેવાર છે. આ તહેવાર પર લોકો એકબીજાને રંગ લગાવે છે. જોકે આ તહેવાર દરમિયાન કંઈક અનિચ્છનીય ઘટના બનવાનો ભય રહે છે. આવું કંઈ ન બને તે માટે રાજકોટ પોલીસ એક્શનમાં આવી ગઇ છે. ધુળેટીના દિવસે શુક્રવાર હોવાથી તમામ પોલીસકર્મીઓની રજાઓ રદ્દ કરાઇ છે. આ પણ વાંચો :- gandhinagar : રાજય પોલીસ વડાએ કમિશનર સાથે વીડિયો-કોન્ફરન્સ યોજી, સુરક્ષા અને શાંતિ જાળવવા માટે વિવિધ મહત્વના મુદ્દાઓ પર કરાઈ ચર્ચા પોલીસકર્મીઓની રજાઓ રદ્દ કરાઇ :- હોળી અને ધુળેટી સાથે શુક્રવારની નમાઝને લઈને પોલીસ એલર્ટ મોડમાં છે. હોળી-ધુળેટી પર્વને લઇ હેડક્વાર્ટર સ્ટાફની રજાઓ રદ્દ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચ, SOG એલસીબી સહિતની બ્રાન્ચના અધિકારીઓ અને…
અમદાવાદમાં વર્ષો જૂની પરંપરા પુનઃશરૂ, નગરદેવી માતા ભદ્રકાળીની નગરયાત્રા, મોટી સંખ્યામાં ભક્તો જોડાયા
અમદાવાદમાં આજે ઉજવણીનો માહોલ છે. આજે અમદાવાદ સ્થાપના દિવસ અને મહાશિવરાત્રી પર્વની સાથે નગરદેવી ભદ્રકાળીની નગરયાત્રાનું આયોજન હાથ ધરાયું છે. 614 વર્ષ બાદ ભદ્રકાળી મંદિરથી નગરદેવીની નગરયાત્રા નીકળી છે. નગરદેવીની નગરયાત્રાને લઈને ભક્તોમાં અનેરો આનંદ ઉત્સાહ જોવા મળ્યો છે. મંદિરના મહારાજ, મેયર પ્રતિભા જૈન અને મંત્રી જગદીશ વિશ્વકર્માએ પહિંદ વિધિ કરી રથનું પ્રસ્થાન કરાવ્યું છે. નગરદેવી ભદ્રકાળી માતા નગરયાત્રામાં મોટી સંખ્યામાં માઈભક્તો ઊમટ્યા છે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા માતાજીને ગાર્ડ ઓફ ઓનર આપી ઢોલ, નગારા, શરણાઈ, ધજા અને ખુલ્લી જીપ અને વાહનો સાથે નગરજનો રથ લઈ આગળ વધી રહ્યાં છે. નગરયાત્રામાં અનેક અખાડાઓ પણ જોડાયા છે. નગરયાત્રા ત્રણ દરવાજા પાસે પહોંચતા જ ભાજપના કોર્પોરેટર પંકજ ભટ્ટ દ્વારા આરતી ઉતારવામાં આવી, આ સાથે જ મુસ્લિમ સમુદાય દ્વારા…








