વડોદરા: સમતા વિસ્તારમાં ત્રણ માળની રહેણાંક ઇમારત ધરાશાયી , ચાર ઇજાગ્રસ્ત

શહેરના સમતા વિસ્તારમાં આજે સવારે ગુજરાત હાઉસિંગ બોર્ડની જુની રહેણાંક ઇમારત “સૂર્યકિરણ એપાર્ટમેન્ટ” અચાનક ધરાશાયી થતા ભયજનક સ્થિતિ સર્જાઈ છે. ત્રણ માળની આ જર્જરિત ઇમારતના કાટમાળ નીચે ઘણા લોકો દબાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધી ચાર લોકોને ઇજાઓ પહોંચી હોવાનું જણાવ્યું છે, જ્યારે બચાવ દળો દ્વારા હજુ પણ કાટમાળ નીચે વધુ લોકો હોવાની શક્યતા વ્યક્ત કરી રહી છે. ઘટનાની જાણ થતાં તરત જ ફાયર બ્રિગેડના લાશ્કરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. જિલ્લા કલેક્ટર, પોલીસ અધિકારીઓ તેમજ મ્યુનિસિપલ અધિકારીઓ ઘટના સ્થળે હાજર રહીને રાહત કાર્યનું નિરીક્ષણ કરી રહ્યા છે. સ્થાનિક કાઉન્સિલરો અને સમાજસેવી સંસ્થાઓ પણ બચાવ કાર્યમાં સહકાર આપી રહી છે. પ્રથમ દ્રષ્ટિએ એવું…

અમદાવાદ : નરોડા વિસ્તારમાં સર્જાયો અકસ્માત, બિલ્ડિંગમાં લિફ્ટ તૂટી પડતાં 2 ઘાયલ

અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં એક રહેણાંક બિલ્ડિંગમાં શનિવારે સાંજના સમયે લિફ્ટ તૂટી પડવાની ઘટના ઘટી હતી. લિફ્ટ તૂટીને સીધા બેઝમેન્ટમાં પટકાતા આશરે 2 વ્યક્તિઓને સામાન્ય ઇજા થવા પામી છે, જ્યારે લિફ્ટમાં ફસાયેલા મહિલાઓ અને બાળકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાએ રહીશો અને આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ પેદા કર્યો છે. ઘટનાનો ક્રમ અને તાત્કાલિક રાહત કાર્ય પ્રાથમિક માહિતી અનુસાર, નરોડા વિસ્તારમાં આવેલી એક બહુમાળી બિલ્ડિંગમાં લિફ્ટમાં અનેક લોકો સવાર હતા. લિફ્ટ કામ કરતી વખતે અચાનક તેની કેબલ તૂટી ગઈ હોવાનું મનાય છે, જેના કારણે લિફ્ટ સીધી નીચે બેઝમેન્ટમાં પટકાઈ ગઈ. દુર્ઘટના સમયે અંદર મહિલાઓ અને બાળકો પણ હાજર હતા. દરવાજા લોક થઇ જતા લોકોએ અવાજ કરી બચાવની અપીલ કરી હતી. બિલ્ડિંગના રહીશો અને સુરક્ષા કર્મચારીઓએ…

Video: પ્રખ્યાત ગાયક શાનની બિલ્ડીંગમાં લાગી આગ, ફાયર બ્રિગેડે સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી

મુંબઈમાં મંગળવારે સવારે બોલિવૂડ સિંગર શાનના રહેણાંક મકાનમાં આગ લાગી હતી. આ આગ ફોર્ચ્યુન એન્ક્લેવના સાતમા માળે લાગી હતી. ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર, આગ લાગવાની થોડી જ વારમાં ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ ઓલવવાનું કામ શરૂ કર્યું હતું. આ ઘટનામાં હજુ સુધી કોઈના ઘાયલ થયાના સમાચાર નથી. તમને જણાવી દઈએ કે શાન આ બિલ્ડિંગના 11મા માળે રહે છે. જોકે, સિંગરના ફ્લોર સુધી પહોંચે તે પહેલા આગ ઓલવાઈ ગઈ હતી. ઘટના સમયે શાન તેના ઘરે હાજર હતો કે કેમ તે અંગેની માહિતી હજુ મળી નથી. -> 80 વર્ષીય મહિલાએ સ્વીકાર્યું :- મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચ્યા બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી. રાહતની વાત એ છે કે અકસ્માતમાં…