અનમોલ બિશ્નોઈને 1 વર્ષ સુધી પોલીસ કસ્ટડીમાં નહીં લેવામાં આવે, જાણો આખો મામલો

કુખ્યાત ગેંગસ્ટર અનમોલ બિશ્નોઈને લઈ ગૃહમંત્રાલયે એક મહત્વપૂર્ણ આદેશ જાહેર કર્યો છે. BNSSની કલમ 303 હેઠળ જાહેર કરાયેલા આ આદેશ મુજબ દેશની કોઈ પણ રાજ્ય પોલીસ કે તપાસ એજન્સી અનમોલ બિશ્નોઈને આગામી 1 વર્ષ સુધી કસ્ટડીમાં લઈ શકશે નહીં. હવે જો કોઈ એજન્સીને તેની પૂછપરછ કરવાની હોય, તો તેને માત્ર તિહાડ જેલમાં જ પૂછપરછ કરવાની છૂટ રહેશે. ગૃહમંત્રાલયે આ નિર્ણય રાષ્ટ્રીય સુરક્ષા, જેલ સુરક્ષા, અને કાનૂન-વ્યવસ્થા પર પડતી અસરને ધ્યાનમાં રાખીને લીધો છે. આ જ પ્રકારનો આદેશ તેના મોટા ભાઈ લોરેન્સ બિશ્નોઈ પર પણ લાગુ છે, જે હાલમાં સાબરમતી જેલમાં બંધ છે. BNSS ની કલમ 303 શું કહે છે? BNSS (Bharatiya Nagarik Suraksha Sanhita) ની કલમ 303 અનુસાર, ગૃહમંત્રાલય પાસે અધિકાર છે કે તે કોઈ પણ…