રોહિત શેટ્ટી પર હુમલાનો ‘ક્રાઈમ માસ્ટરમાઇન્ડ’ ઝડપાયો, લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સીધું કનેક્શન

બોલિવૂડની એક્શન ફિલ્મોના જાણીતા ડાયરેક્ટર રોહિત શેટ્ટીના જુહુ સ્થિત નિવાસસ્થાન પર ૩૧ જાન્યુઆરી રાત્રે થયેલા ગોળીબારના હુમલામાં અત્યાર સુધી ચાર આરોપીઓ પકડાયા છે. મુંબઈ પોલીસના એન્ટી-એક્સટોર્શન સેલ દ્વારા કરાયેલ તપાસમાં ખુલ્યું કે આ હુમલાના મુખ્ય સૂત્રધાર ગેંગસ્ટર શુભમ લોંકર છે, જે લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સક્રિય સભ્ય છે. શુભમ લોંકર અગાઉ એક સામાન્ય ખેડૂત અને ગોવાળ હતો, પરંતુ હથિયારોના વેપારમાં જોડાયા બાદ ગુનાખોરી તરફ આગળ વધ્યો. ઓક્ટોબર ૨૦૨૪માં થયેલી બાબા સિદ્દીકી હત્યા અને સલમાન ખાનના ઘરે ફાયરિંગમાં પણ તેનો નામ નોંધાયેલું હતું. હાલ પકડાયેલા આરોપીઓમાં આદિત્ય ગાયકી, સિદ્ધાર્થ યેનપુરે, સમર્થ પોમાજી અને સ્વપ્નિલ સકટનો સમાવેશ થાય છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આ હુમલાનો હેતુ બોલિવૂડમાં ભયનો માહોલ ઊભો કરવો અને ખંડણી વસૂલ કરવી હતો. દરેક…

બિશ્નોઈ ગેંગના સાગરીત પર SMCનું ફાયરિંગ, આસામથી પકડાયેલા આરોપીએ પોલીસ પર હુમલો કરતા કાર્યવાહી

ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે કુખ્યાત બિશ્નોઈ ગેંગના સાગરીત અને લિકર માફિયા અશોક બિશ્નોઈ પર ફાયરિંગ કર્યું છે. દાહોદ નજીક બનેલી આ ઘટનામાં આરોપીએ પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કરતા પોલીસ પર જીવલેણ હુમલો કર્યો હતો, જેના જવાબમાં SMC ટીમે સ્વબચાવમાં ગોળી ચલાવી હતી. ફાયરિંગમાં આરોપીના પગમાં ગોળી વાગી છે. આસામથી પકડાયો હતો આરોપી લિકર કિંગ તરીકે ઓળખાતા અશોક બિશ્નોઈને SMCની ટીમે આસામમાંથી ઝડપી પાડ્યો હતો. ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી આરોપીને ખાનગી વાહનમાં આસામથી ગાંધીનગર લાવવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન દાહોદ નજીક તેણે ફિલ્મી ઢબે પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. સીટ બેલ્ટથી પોલીસકર્મી પર હુમલો આરોપીએ ચાલતી ગાડીમાં અચાનક હિંસક હુમલો કર્યો હતો. તેણે ગાડીની સીટ બેલ્ટ વડે પોલીસકર્મીના ગળે ફાંસો મારી દેવાનો પ્રયાસ કર્યો,…

કેનેડાની મોટી કાર્યવાહી: લોરેન્સ બિશ્નોઈ ગેંગને આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યું

કેનેડા સરકારે ભારતના વિવાદાસ્પદ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નેતૃત્વ હેઠળની બિશ્નોઈ ગેંગને આતંકવાદી સંગઠન તરીકે સત્તાવાર રીતે જાહેર કરી દીધી છે. કેનેડાના જાહેર સલામતી મંત્રાલય દ્વારા સોમવારના રોજ જાહેર કરાયેલા નિર્ણય અનુસાર, હવે બિશ્નોઈ ગેંગને સહાય કરવી કે સમર્થન આપવું કાયદેસર ગુનો ગણાશે. કેનેડાની “ટેરર લિસ્ટ”માં બિશ્નોઈ ગેંગનો સમાવેશ કેનેડાની ટેરરિસ્ટ એન્ટિટીઝ લિસ્ટમાં બિશ્નોઈ ગેંગને ઉમેરવાનો નિર્ણય કન્ઝર્વેટિવ પાર્ટી અને NDP નેતાઓની માંગણીઓ પછી લેવામાં આવ્યો છે. આ પગલાને પગલે હવે કેનેડિયન અધિકારીઓએ ગેંગ વિરુદ્ધ વધુ કડક પગલાં લેવા માટે પૂરતું કાનૂની આધાર મેળવ્યો છે. તેમાં સામેલ છે: – ગેંગની સંપત્તિ જપ્ત કરવી – બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવી – તેમના સંભવિત સમર્થકો અને નેટવર્ક સામે કાર્યવાહી બિશ્નોઈ ગેંગ સામે લાગેલા ગંભીર આરોપો કેનેડાના જાહેર સલામતી વિભાગ મુજબ,…