ભરુચ ખાતે જંબુસર તાલુકાના “કોરા” ગામે પારુલ આયુર્વેદ હોસ્પિટલના સહયોગથી સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

B INDIA : કોરા ગામે પારુલ આયુર્વેદ હોસ્પિટલના સૌજન્યથી કોરા ગામના સરપંચન દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું. જેમાં ગામના આગેવાનો, અગ્રણીઓ અને સરપંચની આગેવાનીમાં ગ્રામ પંચાયતમાં કેમ્પ યોજાયો. આ કેમ્પમાં ગ્રામજનો અને જરૂરિયાતમંદ દર્દીઓને નિઃશુલ્ક આયુર્વેદ મફત નિદાન આપવામાં આવ્યુ હતું. સાથે-સાથે ગામની આજુબાજુના 110 દર્દીઓએ પણ આ સેવાનો લાભ લીધો.     દર્દીઓને આ સેવામાં શારીરિક સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી પારુલ આયુર્વેદ હોસ્પિટલ અને કોરા ગ્રામ પંચાયતનો આભાર વ્યક્ત કર્યો.    

ઉત્તરાયણ પહેલા વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, પતંગ ઉડાવતા દોરી 25000 વોલ્ટના વાયરમાં ફસાતા બાળકોનું મોત

B INDIA વડોદરા વિભાગના રેલ્વે ડિવિઝનના સુરત, વડોદરા, ગેરતપુર, ગોધરા, આણંદ, વિશ્વામિત્રી, એકતાનગર, ભરૂચ, દહેજ, ડભોઇ, અલીરાજપુર, જોબાટ નડિયાદ, મોડાસા તથા ખંભાત રેલ્વે લાઈન ઉપર 25000 વોલ્ટના ચાલું-જીવતા ઇલેક્ટ્રીક વાયર લગા લગાવેલા હોવાથી જો આ તારમાં ફસાયેલા પતંગ-દોરા કાઢવાની કોશિશ કરવામાં આવશે તો તેમ કરતા માનવ જિંદગીનું જોખમ થાય છે. તેમજ પતંગો અને દોરા કાઢવાની કોશિશ કરવાથી 25000 વોલ્ટનો તાર પણ તૂટી શકે છે. આ પ્રકારની પ્રવૃત્તિથી માનવ જિંદગીને ખતરો રહે છે.     –>ત્યારે સુરતમાં પતંગ ઉડાવતા બાળકની દોરી હાઈટેન્શન લાઈનને અડતા કરંટથી મોત:-   ઉત્તરાયણ પહેલા જ દુર્ઘટનાઓના સમાચાર સામે આવી રહ્યા છે. સુરતમાં ધાબા પર પતંગ ઉડાવી રહેલા બાળકને વીજ કરંટ લાગતા તેનું મોત, પરિવારમાં શોકનો માહોલ ફેલાયો. સુરતના સચીન GIDC વિસ્તારમાં 13…

લીંબડી: મુસ્લિમ ભાઈ-બહેનોમાં ઉર્ષની ઉજવણી

B INDIA : સુરેન્દ્રનગર લીંબડી શહેરમાંથી મુસ્લિમ ભાઈ-બહેનો  ભડીયાદપીરમાં ઉર્ષ ઉજવણી ભાગ રૂપે દરગાહે માટે પગપાળાથી જવા રવાના થયેલ.     જ્યારે વઢવાણ, ધ્રાંગધ્રા, મોરબી, સુરેન્દ્રનગર, હળવદ તમામ મુસ્લિમ સમાજ ના બિરાદરો દ્વારા ભાઈ બહેનો ભડીયાદ પીર ની દરગાહ ખાતે કોમી એકતા પ્રતિક સમાન હજરત શહીદ મેહમુદ શા બુખારી નાં ઉર્ષનું આયોજન કરવામાં આવ્યું છે.. ત્યારે ધંધુકા ખાતે નાં ભડીયાદ પીર ઉર્ષ માં જવા માટે તો હળવદ, વઢવાણ, સુરેન્દ્રનગર, મોરબી, ધ્રાંગધ્રાનાં મુસ્લિમ સમાજના ભાઈ ઓ તેમજ બહેનો પગપાળા ચાલી ને લીંબડી ખાતે રાતના સમયે આવી પહોંચેલ અને લીંબડી મુસ્લિમ સમાજ કમિટી દ્વારા  ફૂલહાર થી સ્વાગત કરવામાં આવેલ હતું તેમજ તેમના દ્વારા ભોજન, ઠંડા પાણી, શરબત પીરસવામાં આવેલ હતું.     જ્યારે લીંબડી શહેર મુસ્લિમ સમાજ ના…

અરવલ્લીઃમોડાસા ખાતે મહાકુંભ કેલેન્ડર 2025 નું વિમોચન કરવામાં આવ્યું

B INDIA ARVALLI : અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે મહાકુંભ 2025 ના કેલેન્ડર નું વિમોચન કરવામાં કરવામાં  આવ્યું હતું.     જેમાં ગુજરાત પ્રદેશ સહમંત્રી જયંતીભાઈ પટેલ અને અઘ્યક્ષ રામભાઇ પટેલ  દ્વારા જણાવવામાં આવ્યું કે મહાકુંભ એ હિન્દુઓની આસ્થાનું મહાપર્વ  છે.  જેમાં ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયાના માર્ગદર્શનથી રોજ 8000 યાત્રિકોને રહેવાની સગવડ, 15 જગ્યાએ ભોજનના ટેન્ટ, રાત દિવસ 24 કલાક ગરમ ચા, દવાઓ , 500 જગ્યાએ મોબાઇલ ચાર્જીંગ, ગરમ પાણી, મેડિકલ કેમ્પ, ઠંડીથી રક્ષણ માટે ધાબળા બેંકની વ્યવસ્થા કરેલ છે.     જે ભાઈ બહેનોને જવું હોય તો hinduhelp line.in પર  રજી્ટ્રેશન કરવાનું રહેશે, વધુ માહિતી માટે મહાકુંભ કેલેન્ડર સંકલન સમિતિમાં નામ છે આ કાર્યક્રમમાં સચીનસિંહ પુવાર, પ્રિયાંકભાઇ પોકાર ,હિતેશભાઈ જોશી વગેરે ઉપસ્થીત રહ્યા હતા આ તમામ સેવાઓ…

માળીયા હાટીનામાં પોષણ ઉત્સવની ઉજવણી

B INDIA માળીયા હાટીના :- માળીયા હાટીના તાલુકાનો પોષણ ઉત્સવ: માળીયા હાટીના તાલુકામાં પોષણ અભિયાન અંતર્ગત વિશેષ પોષણ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું.   –>વાનગી હરીફાઈ યોજાઈ:-     માળીયા હાટીના તાલુકાનો પોષણ ઉત્સવ: માળીયા હાટીના તાલુકામાં પોષણ અભિયાન અંતર્ગત વિશેષ પોષણ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વાનગી હરીફાઈનો કાર્યક્રમ યોજાયો હતો. અન્ન માથી બનતી વિવિધ પૌષ્ટિક વાનગી સ્પર્ધા નું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઇ ઠુંબર , P.O વાત્સલાબેન દવે, CDPO સોનલ ડોબરીયા ,THO આભા મલ્હોત્રા, સરપંચ જીતુ સિસોદિયા તેમજ વિવિધ આગેવાનો, અધિકારીઓ અને સ્થાનિક પ્રતિનિધિઓએ ઉત્સાહભર્યા ભાગ લીધો હતો. માળીયાહાટીના ના અમરાપુર ગામે આઈ સી ડીએસ મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા પોષણ ઉત્સવ અંતર્ગત ટેક હોમ રાયન અને મિલર…

બાળ વાનગી મેળો, સોખડા અનુપમ પ્રાથમિક શાળામાં વાનગી મેળાનું આયોજન

B INDIA મહેસાણા :- વિજાપુર તાલુકાના સોખડા અનુપમ પ્રાથમિક શાળા માં જીવન કૌશલ્ય અંતર્ગત ‘સ્વાદિષ્ટ વાનગી’  મેળા’આયોજન કરવામાં આવ્યું. આ વાનગી મેળામાં  ધોરણ 1 થી 7 ના બાળકો દ્વારા જુદી જુદી વાનગીના સ્ટોલ બનાવવામાં આવ્યુ હતું જે આચાર્યશ્રી જયેશભાઈ ના માર્ગદર્શનથી કરવામાં આવ્યું હતું. સ્કૂલના શિક્ષક ગણ નીપાબેન શિલ્પાબેન, ધ્રુવીકાબેન ,લાલજીભાઈ તેમજ અંકિતભાઈ બાળકો સાથે અલગ અલગ વાનગીના કાઉન્ટર ઉપર હાજરી આપી બાળકોને વાનગી બનાવવાની તેમજ વેચાણ કરવાની સમજ આપી હતી .     તેમજ ગ્રામજનો વડીલો બહેનો અને નાના ભૂલકાઓ એ આ વાનગી મેળામાં ખૂબ જ મોટી સંખ્યામાં હાજરી આપી બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું અને ગામના યુવાનોએ આ વાનગી મેળામાં બાળકોને સહકાર આપી પ્રોત્સાહિત કર્યા હતા બાળકોએ વાનગી મેળામો ચટપટી ભેળ પાણીપુરી લાઈવ ગોટા…

બાવળા તાલુકાનાં બગોદરા મંગલ મંદિર માનવસેવા પરિવાર આશ્રમમાં આર્યન ભગતે લીઘી મુલાકાત

B INDIA બાવળા :- આર્યન ભગતે બગોદરા નાં મંગલ મંદિર માનવ સેવા ખાતે મુલાકાત લીધી, બાવળા તાલુકાનાં બગોદરા માં આવેલ મંગલ મંદિર માનવ સેવા પરિવાર સંસ્થા ની આર્યન ભગતે મુલાકાત લીધી હતી. મંગલ મંદીર માનવ સેવા પરિવાર દ્વારા રસ્તે રજરતા દુઃખી નિરાધાર બિનવારસી અને અસ્થિર મગજના લોકો ની સેવા સાથે સારવાર કરવામા આવે છે. આર્યન ભગતે આ તમામ પ્રક્રિયા જોઇ હતી એક હજાર ત્રણસો ભાઈઓ અને બહેનો હાલ આ સંસ્થમાં સારવાર લઈ રહ્યા છે. સાથે  સંસ્થા નાં નવા બિલ્ડિંગ નું કામ કાજ ચાલુ છે તેની પણ મુલાકાત લીધી હતી. ત્યારે તમામ પ્રભુજી ( અસ્થિર મગજના) જલ્દી સાજા થઈ જાય તેવા આશીર્વાદ પણ આપ્યા હતા.   આર્યન ભગત લાખો લોકોની જનમેદની સાથે સત્સંગ કરે છે અને પોતાની…

પક્ષી નિહાળવાનો વિસ્તાર એક છુપાયેલ સ્વર્ગ, નવી મુંબઈ ફ્લેમિંગો સિટી

આકાશ અને પાણીને ગુલાબી રંગમાં રંગતા, સ્થળાંતર કરનારા ફ્લેમિંગોનું એક વિશાળ ટોળું નવી મુંબઈના સીવૂડ્સ ખાતે આવી પહોંચ્યું છે – આ પક્ષીઓ માટે હોલ્ડિંગ પોન્ડ વિસ્તાર. ફ્લેમિંગો ઉત્તર-પશ્ચિમથી, ગુજરાતના કચ્છ અને રાજસ્થાનના સાંભર તળાવમાંથી મુંબઈ આવે છે. પક્ષીઓની નાની સંખ્યા મધ્ય પૂર્વ, ઈરાક અને આફ્રિકામાંથી ઉડતી હોવાનું માનવામાં આવે છે. તેઓ દર વર્ષે બે વાર મુશ્કેલ, લાંબા અંતરની મુસાફરી કરે છે. થાણેની ખાડી સાથે જોડાયેલા હોલ્ડિંગ તળાવોમાં ફ્લેમિંગો આવતા રહ્યા છે.     નવી મુંબઈને થોડા વર્ષોથી ફ્લેમિંગો સિટી તરીકે ઓળખવામાં આવે છે કારણ કે શિયાળાની શરૂઆત સાથે મુંબઈની દરિયાકિનારે આશ્ચર્યજનક પરિવર્તન જોવા મળી રહ્યું છે – ફ્લેમિંગોનું આગમન શરૂ થઈ ગયું છે. દર વર્ષે, આ જાજરમાન પક્ષીઓ નવી મુંબઈના જળમાર્ગોની શાંત પૃષ્ઠભૂમિમાં એક ગુલાબી રંગ…

ડિજિટલ ગુજરાત: રાજ્યના ગ્રામીણ ઘરો હવે બનશે ‘સ્માર્ટ હોમ્સ’, વિદેશના ધરો પણ લાગશે ઞાખા

–> ગુજરાતના રાજ્ય સરકાર તરફથી ગ્રામ્ય વિસ્તારના ઘરોને માર્કેટ કરતા સસ્તા દરે ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઇન્ટરનેટ સુવિધા પ્રદાન કરવા માટે રાજ્ય સરકારની ‘હર ઘર કનેક્ટિવિટી’પહેલ શરુ કરવામા આવી. તેમજ રાજ્યના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ GFGNL દ્વારા વિવિધ એજન્સીઓ સાથે ભાગીદારી કરીને પાયલટ પ્રોજેક્ટ તરીકે અંદાજિત 25,000 ફાઇબર ટુ હોમ જોડાણ આપવામાં આવશે :-     –> હર ઘર કનેક્ટિવિટી (ફાઇબર ટુ ફેમિલિ) પહેલની શરૂઆત :-     ટેક્નોલોજીના મહત્તમ ઉપયોગ થકી જનસુખાકારી અને ‘ઇઝ ઑફ લિવિંગ’ વધારવાના ઉદ્દેશ સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ‘ડિજિટલ ઇન્ડિયા’ અભિયાનની શરૂઆત કરી હતી. સમયની સાથે આ અભિયાન વધુ વિસ્તૃત થયું છે. આ અભિયાનને સાકાર કરવા માટે ગુજરાત પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત ડિજિટલની દિશામાં આગળ વધી રહ્યું…

છત્તીસગઢમાં નક્સલીઓએ કર્યો IED બ્લાસ્ટ, સુરક્ષાદળનું વાહન ઉડાવ્યુ, 9 જવાન શહીદ

–> જ્યારે હુમલો થયો ત્યારે સ્કોર્પિયો એસયુવીમાં કુલ નવ સુરક્ષાકર્મીઓ હતા:-     B INDIA છત્તીસગઢના:  બીજાપુર જિલ્લામાં જ્યારે માઓવાદીઓએ તેમના વાહનને ઉડાડવા માટે ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) નો ઉપયોગ કર્યો ત્યારે આઠ જવાન અને એક ડ્રાઇવર માર્યા ગયા. આ નવ લોકો ઓપરેશનમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે બસ્તર ક્ષેત્રના કુત્રુ ખાતે બપોરે 2.15 વાગ્યે IEDએ સ્કોર્પિયો એસયુવીને ઉડાવી દીધી હતી.આજે વહેલી સવારે છત્તીસગઢના અબુઝમાદ ક્ષેત્રમાં સુરક્ષા દળોએ માઓવાદીઓ પર હુમલો કર્યો અને બે મહિલાઓ સહિત પાંચ બળવાખોરોને મારી નાખ્યા. AK 47 અને સેલ્ફ-લોડિંગ રાઈફલ્સ જેવા ઓટોમેટિક હથિયારો મળી આવ્યા છે. આ ઓપરેશનથી જ જવાનો પરત ફરી રહ્યા હતા ત્યારે બળવાખોરોએ તેમને નિશાન બનાવ્યા હતા.     સુરક્ષાદળો નક્સલ પ્રભાવિત વિસ્તારો દંતેવાડા, નારાયણપુર અને બીજાપુરમાં નક્સલીઓ…