BTS 2026 વર્લ્ડ ટૂર: મુંબઈમાં પ્રથમ વખત કોન્સર્ટની શક્યતા, ભારતીય ચાહકોમાં ઉત્સાહની લહેર

વિશ્વપ્રખ્યાત K-Pop બેન્ડ BTS જેમાં જિન, જંગકૂક, જિમિન, જે-હોપ, વી, આરએમ અને સુગા સામેલ છે — 2026માં એક ભવ્ય 20-શહેરના વર્લ્ડ ટૂરની તૈયારી કરી રહ્યું છે, અને ચર્ચા મુજબ મુંબઈ એ લિસ્ટમાં સામેલ હોઈ શકે છે! જો આ અહેવાલ સાચો સાબિત થશે, તો આ ભારતમાં BTSનું પહેલું લાઈવ કોન્સર્ટ બનશે અને ભારતીય ARMY (BTSના ચાહકો) માટે વર્ષોની રાહનો અંત આવશે. ચર્ચાનું કારણ શું? K-Pop કોન્સર્ટ્સની માહિતી આપતી પ્રખ્યાત એજન્સી Live Nation Touring Data દ્વારા થયેલા ખુલાસા બાદ આ ચર્ચા શરૂ થઈ. રિપોર્ટ્સ મુજબ, BTSની ટીમ સિઓલ, ટોક્યો, લોસ એન્જલસ, લંડન, પેરિસ, સાઓ પાઉલો અને મુંબઈ જેવા મોટા શહેરોમાં પરફોર્મ કરવાની યોજના બનાવી રહી છે. સત્તાવાર જાહેરાત હજુ બાકી છે, છતાં સોશિયલ મીડિયા પર “BTS in Mumbai”…