ગુજરાતમાં ઠંડીનો ચમકારો: અંબાલાલ પટેલની આગાહી, નવેમ્બર અંતથી કડકડતી ઠંડીની એન્ટ્રી

ગુજરાતમાં કમોસમી વરસાદનો રાઉન્ડ પૂરો થતાં જ હવે ઠંડીનો ભયાનક ચમકારો જોવા મળશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીનો તીવ્ર રાઉન્ડ શરૂ થશે. ઉત્તર ગુજરાતમાં ન્યૂનતમ તાપમાન 15 ડિગ્રી સુધી ઘટી શકે છે, જ્યારે નવેમ્બર અંત અને ડિસેમ્બર મહિનામાં કડકડતી ઠંડી પડવાની શક્યતા છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ: – 18 નવેમ્બર બાદ બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાની સંભાવના છે. – ચક્રવાતને કારણે દક્ષિણ ભારતમાં વરસાદ વધશે અને ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. – ઉત્તર ગુજરાતમાં તાપમાન 15 ડિગ્રી સુધી ઘટી શકે છે. – નવેમ્બર ત્રીજા સપ્તાહથી પશ્ચિમી વિક્ષેપના કારણે ઠંડી વધશે. – ડિસેમ્બર મહિનામાં રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધુ તીવ્ર બનશે. ગુજરાતમાં શું બદલાશે? હવામાન નિષ્ણાતના અનુમાન મુજબ, હવે રાજ્યમાં ધૂંધળું વાતાવરણ,…