બાંગ્લાદેશને ફટકો…. ICC એ આ ટીમને T20 વર્લ્ડ કપમાં આપ્યું સ્થાન

બાંગ્લાદેશ 2026 ના T20 વર્લ્ડ કપમાંથી સત્તાવાર રીતે બહાર થઈ ગયું છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ બાંગ્લાદેશના સ્થાને ટુર્નામેન્ટમાં સ્કોટલેન્ડના સમાવેશની પુષ્ટિ કરી છે. ICC એ એક પત્રમાં બાંગ્લાદેશને આ નિર્ણયની જાણ કરી છે. બાંગ્લાદેશની બહાર થયા બાદ, સ્કોટલેન્ડને ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માં સ્થાન આપવામાં આવ્યું છે. સ્કોટલેન્ડને ગ્રુપ C માં ડ્રો કરવામાં આવ્યું છે, જ્યાં તેઓ ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, નેપાળ અને ઇટાલી જેવી ટીમોનો સામનો કરશે. ICC વોટિંગમાં બાંગ્લાદેશ હાર્યું બાંગ્લાદેશ અને ICC વચ્ચેનો વિવાદ લગભગ ત્રણ અઠવાડિયાથી ચાલી રહ્યો છે. બાંગ્લાદેશે ભારતમાં વર્લ્ડ કપ મેચ ન રમવાનો અને તેની મેચ શ્રીલંકામાં સ્થાનાંતરિત કરવાનો આગ્રહ રાખ્યો હતો. જોકે, ICC એ સ્પષ્ટતા કરી હતી કે મેચ ભારતમાં જ રમવી જોઈએ. ICC બોર્ડે…