બલૂચ નેતા એ વિદેશ મંત્રી એસ. જયશંકરને લખેલા ખુલ્લા પત્રમાં વ્યક્ત કરી ચિંતા, જાણો શું છે મામલો
પ્રખ્યાત બલૂચ નેતા અને માનવાધિકાર કાર્યકર્તા મીર યાર બલોચે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરને લખેલા ખુલ્લા પત્રમાં પાકિસ્તાન અને ચીન વચ્ચે વધી રહેલા ગાઢ વ્યૂહાત્મક સંબંધો પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે ચેતવણી આપી છે કે આગામી થોડા મહિનામાં ચીન બલૂચિસ્તાનમાં પોતાના લશ્કરી સૈનિકો તૈનાત કરી શકે છે, જે સમગ્ર દક્ષિણ એશિયા માટે ગંભીર ખતરો બની શકે છે. મીર યાર બલોચે જણાવ્યું કે બલૂચિસ્તાન છેલ્લા અનેક દાયકાઓથી પાકિસ્તાનના નિયંત્રણ હેઠળ દમન, રાજ્ય પ્રાયોજિત હિંસા અને માનવાધિકાર ઉલ્લંઘનોનો ભોગ બની રહ્યું છે. પાકિસ્તાનથી સ્વતંત્રતાની ઘોષણા બાદ કૂટનીતિક પહેલ ઉલ્લેખનીય છે કે મે 2025માં બલૂચ રાષ્ટ્રવાદી નેતાઓએ પાકિસ્તાનથી સ્વતંત્રતાની ઔપચારિક ઘોષણા કરી હતી. આ પછી હવે મીર યાર બલોચે જાહેરાત કરી છે કે *2026ના પ્રથમ અઠવાડિયામાં “2026…







