Mehsana : સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર આવતા જ દિવાળી જેવો માહોલ, મહેસાણાના ઝુલાસણમાં લોકો ઝુમી ઉઠ્યા
સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર આવતા જ દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. સુનિતા વિલિયમ્સ અવકાશમાં 9 મહિના બાદ પૃથ્વી પરત ફર્યા હતા. ત્યારે આ પ્રસંગે સુનિતા વિલિયસ્મના વતન મહેસાણાના ઝુલાસણમાં લોકો ઝુમી ઉઠ્યા છે. આ પ્રસંગે ઝુલાસણ ગામે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો છે. જેમાં તેમના પરિવારજનો અને ગ્રામજનોએ દોલા માતાના મંદિરે પૂજા-અર્ચના કરી હતી. મંદિરમાં સુનિતા વિલિયમ્સનો ફોટો મુકીને પ્રાર્થના કરવામાં આવી હતી. આ પણ વાંચો :- Gandhinagar : ગુજરાત વિધાનસભા ગૃહમાં પ્રશ્નોતરી કાળની શરૂઆત, ઉદ્યોગ સહિત વિવિધ મુદ્દાઓ પર થશે ચર્ચા આ ઉપરાંત ઝુલાસણ ગામમાં આજે અખંડ જ્યોત સાથે યાત્રા નીકળનાર છે. અને સુનિતા વિલિયમ્સ ગામની મુલાકાત લેશે તેવી પણ પરિજનોએ આશા વ્યક્ત કરી છે. અમેરિકન સ્પેસ એજન્સી નાસાના અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ…
Vadodara : વડોદરાની પોદાર સ્કૂલમાં સંચાલકોની મનમાની, છેલ્લા ત્રણ વર્ષથી વધુ ફી ઉઘરાવતા વાલીમાં રોષ
વડોદરાની પોદાર સ્કૂલમાં સંચાલકોની મનમાની સામે આવી છે. ગુજરાત રાજ્યની શાળાઓને FRCએ નક્કી કરેલી ફી લેવાની હોય છે. ત્યારે આ શાળા દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી વધુ ફી ઉઘરાવવામાં આવે છે. વધુ ફી ઉઘરાવતા વાલીમાં રોષનો માહોલ છવાયો છે. આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદમાં ફરી તંત્રની કાર્યવાહી, ગંદકી- પ્રતિબંધિત પ્લાસ્ટિકને ઉપયોગમાં લેતી 307 દુકાનોને નોટિસ, 8 એકમો કરાયા સીલ મળતી માહિતી મુજબ, પોદાર સ્કૂલ દ્વારા સિનિયર કેજીમાં 33 હજાર સામે 51 હજાર 360 ફી, જુનિયર કેજીમાં 33 હજાર સામે 48 હજાર ફી, નર્સરીમાં 33 હજાર સામે 43 હજાર 200 રૂપિયા ફી ઉઘરાવવામાં આવી રહી છે. આ ઉપરાંત દરેક ધોરણમાં 12 હજારથી 15 હજાર વધુ ફી વસૂલવામાં આવતા વાલીઓને હાલાકી વેઠવાની વારી આવી છે. ત્યારે વધુ…
Rajkot : રાજકોટમાં ધૂળેટીના પર્વ પર જ હાઈરાઇઝ બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, ત્રણ લોકોના મોત
રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલી એક બિલ્ડિંગમાં આગ લાગી છે. હાયરાઈઝિંગ બિલ્ડિંગમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી છે અને બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યૂની કામગીરી કરવામાં આવી રહી છે. આગની આ ઘટનામાં ત્રણ વ્યક્તિના મોત થયા છે. આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદમાં હનીટ્રેપ કેસનાં આરોપીઓ સકંજામાં, વેપારીને ફસાવી એક લાખની ખંડણી અને લૂંટ ચલાવી હતી ફાયર વિભાગે બચાવ કામગીરી શરૂ કરી :- મળતી માહિતી મુજબ, શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલી એટલાન્ટિસ બિલ્ડિંગમાં આગ લાગી છે. બિલ્ડિંગના છઠ્ઠા માળે આગ લાગી છે. જ્યારે ફાયરની ટીમ દ્વારા બિલ્ડિંગમાં રહેલા લોકોનું રેસ્ક્યૂ હાથ ધરવામાં આવ્યું છે. જ્યારે ધુમાડાને કાઢવા…
gandhinagar : રાજય પોલીસ વડાએ કમિશનર સાથે વીડિયો-કોન્ફરન્સ યોજી, સુરક્ષા અને શાંતિ જાળવવા માટે વિવિધ મહત્વના મુદ્દાઓ પર કરાઈ ચર્ચા
હોળી-ધૂળેટીનાં તહેવારને લઈને પોલીસે એક્શનમાં આવી ગઈ છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે તમામ પોલીસ કમિશનર અને પોલીસ અધિક્ષક સાથે વીડિયો કોન્ફરન્સ યોજી હતી. તહેવારો દરમિયાન રાજ્યભરમાં સુરક્ષા અને શાંતિ સુનિશ્ચિત કરવા માટે મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. આ પણ વાંચો :- Amreli : અમરેલીનાં ખાંભા તાલુકામાં ભૂકંપનો આંચકો, 3.2ની તીવ્રતાનો આંચકો આવતા લોકોમાં ફફડાટ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે તમામ પોલીસ કમિશનર અને પોલીસ અધિક્ષક સાથે એક વીડિયો કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. તહેવારો હોળી, ધૂળેટી અને રમજાનને ધ્યાનમાં રાખીને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તથા શાંતિ અને સલામતીનું વાતાવરણ કાયમ રહે તે હેતુથી આ કોન્ફરન્સ યોજવામાં આવી હતી.આ બેઠકમાં તહેવારો દરમિયાન સુરક્ષા અને શાંતિ જાળવવા માટે વિવિધ…
Ahmedabad : રાજ્યમાં વધુ એક પોલીસ જવાનનું હાર્ટ એટેકથી મોત, DG ઓફિસમાં કાર્યરત PIએ ગુમાવ્યો જીવ
હાર્ટ અટેકની મોતના સતત કિસ્સા વધી રહ્યા છે. જેમાં નાના બાળકથી લઇને યુવાનોના મોત હાર્ટ એટેકના કારણે થયા હોવાના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં વધુ એક પોલીસ જવાનનું હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યું હતું. પીઆઇ આર.એલ.ખરાડીનું હાર્ટએટેકના કારણે મોત થયું છે. આ પણ વાંચો :- Ahmedabad : કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતનાં પ્રવાસે, અમદાવાદમાં કાર્યકર્તાઓ સાથે કરશે બેઠક! અમદાવાદમાં ફરજ બજાવી ચૂકેલા PI આર.એલ.ખરાડીનું હાર્ટ એટેકથી મોત થતા પોલીસ બેડામાં તેમજ પરિવારમાં શોકની લાગણી છવાઈ છે.પીઆઈ ખરાડી હાલમાં DG ઓફિસમાં કાર્યરત હતા તો અચાનક હાર્ટ એટેક આવ્યો હતો અને સારવાર મળે તે પહેલા મોતને ભેટયા હતા. આ પણ વાંચો :- SURAT : વડાપ્રધાન મોદી આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે, સુરક્ષાને લઈને…
Vadodara: વડોદરામાં 12 સાયન્સના વિદ્યાર્થીનો આપઘાત, પરિવારજનોમાં છવાયો શોકનો માહોલ
વડોદરા શહેરમાં ધોરણ 12ની પરીક્ષા આપતા એક વિદ્યાર્થીએ આત્મહત્યા કર્યાના સમાચાર સામે આવ્યા છે. વિદ્યાર્થીએ મોડી રાત સુધી વાંચ્યા બાદ પરીક્ષાના તણાવથી સ્યુસાઇડ નોટ લખીને જીવન ટૂંકાવ્યું છે. 12 સાયન્સના વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. આ પણ વાંચો :- Dwarka : દ્વારકામાં ગેરકાયદે દબાણો પર ફરી વળશે દાદાનું બુલડોઝર, તંત્રએ વધુ 69 ધાર્મિક સ્થળોને પાઠવી નોટિસ સાયન્સ વિદ્યાર્થીનો આપઘાત :- હરણી વિસ્તારમાં વિદ્યાર્થીના આપઘાતનો કિસ્સો સામે આવતા પોલીસે ઘટનાસ્થળ પર પંહોચી તપાસ હાથ ધરી છે. આત્મહત્યા કરનાર વિદ્યાર્થીનું નામ દેવ પાટીલ હોવાનું સામે આવ્યું છે. વિદ્યાર્થીના આપઘાતની તપાસ કરતા પોલીસે પરિવારના નિવેદન લીધા છે. પરિવારના લોકોએ જણાવ્યું કે, દેવ મોડી રાત સુધી વાંચતો હતો. 17 વર્ષીય દેવ 12 સાયન્સમાં અભ્યાસ કરે…
gandhinagar : અંબાલાલ પટેલની આગાહી, ગુજરાત ફરી જોવા મળશે ઠંડીનો ચમકારો!
રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે વાતાવરણમાં ઠંડક રહેશે. પવનની દિશા ઉત્તર-પશ્ચિમથી ઉત્તર તરફ રહેશે. જેથી ઠંડા પવનો ફૂંકાશે અને ગરમીથી આંશિક રાહત મળશે. આગામી સાત દિવસ સુધી હવામાન શુષ્ક રહેવાની આગાહી છે. આગામી 24 કલાકમાં તાપમાનમાં ખાસ ફેરફાર નહીં થાય. એટલે આજથી લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રી સુધીનો ઘટાડો થવાની સંભાવના સેવવામાં આવી રહી છે. આ પણ વાંચો :- Gandhinagar : ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે તૈયારીઓ શરૂ, ખાલી પડેલી બેઠકો સહિતની માહિતી મંગાવી ક્યાં કેટલું તાપમાન ? :- ગુજરાતના તાપમાનમાં ઘટાડાનું મુખ્ય કારણ ઉત્તર-પશ્ચિમ ભારતમાંથી પસાર થઈ રહેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. પવનની દિશામાં થતા ફેરફારને કારણે ઉત્તર દિશાથી ઠંડા પવનો ફૂંકાશે, જેના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ સોમવારે ગાંધીનગર,…
Ahmedabad : અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલનું હાર્ટ એટેકથી મોત, પોલીસ બેડામાં શોકનો માહોલ
ગુજરાતમાં એક પછી એક યુવાનોના હૃદય બંધ પડી રહ્યા છે. ત્યારે આજે પણ વધુ એક યુવાનનું હાર્ટ એટેકના કારણે મોત થયું છે. પોલીસ કોન્સ્ટેબલનું હાર્ટ એટેકથી મોત થયું છે. આજકાલ લોકો જે પ્રકારની જીવનશૈલી જીવી રહ્યા છે. તેની અસર હૃદય પર પડી રહી છે અને હાર્ટ એટેક જેવી જીવલેણ બીમારીઓ ઝડપથી વધી રહી છે. આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદમાં રિક્ષાચાલકો આંદોલનનાં માર્ગે, રિક્ષા પર પોસ્ટર લગાવી વિરોધ નોંધાવ્યો અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલનું હાર્ટ એટેકથી મોત થયું છે. અમદાવાદના વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલનું હૃદય રોગના હુમલાથી મોત થયું છે. પોલીસ કોન્સ્ટેબલ અર્જુનસિંહ પરમાર ગોમતીપુર પોલીસ ખાતે સોમવારે વહેલી સવારે પરેડમાં હતા. આ દરમિયાન અચાનક તેઓને છાતીમાં દુખાવો થયો હતો. અને હોસ્પિટલમાં ખસેડવામાં…














