આંતરધર્મીય લિવ-ઇન ગુનો નથી: અલ્હાબાદ હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો

આંતરધર્મીય લિવ-ઇન રિલેશનશિપ અંગે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે અલ્હાબાદ હાઈકોર્ટએ મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે કે, પુખ્ત વયના બે વ્યક્તિ સંમતિથી સાથે રહેતા હોય તો તે ગુનો ગણાતો નથી. Uttar Pradesh Prohibition of Unlawful Conversion of Religion Act, 2021 અંતર્ગત માત્ર લિવ-ઇન સંબંધને આધારે કોઈ કાર્યવાહી થઈ શકે નહીં. કોર્ટે જણાવ્યું કે, જ્યાં સુધી બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તનનો મુદ્દો ન હોય, ત્યાં સુધી આ કાયદાની જોગવાઈઓ લાગુ પડતી નથી. શું હતો મામલો? કોર્ટ સમક્ષ 12 અલગ-અલગ યુગલોએ અરજી કરી હતી. તેમાં 7 મુસ્લિમ યુવતીઓ હિન્દુ યુવકો સાથે અને 5 હિન્દુ યુવતીઓ મુસ્લિમ યુવકો સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા હતા. યુગલોએ દાવો કર્યો હતો કે પરિવારજનો અને કેટલાક તત્ત્વો તરફથી તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે, તેથી પોલીસ…