ઝારખંડથી કેરળ જતી ટ્રેનમાં આગની ઘટના, એક મુસાફરનું મોત

આંધ્રપ્રદેશના અનાકાપલ્લી જિલ્લામાં ઝારખંડના ટાટાથી કેરળના એર્નાકુલમ જતી ટાટા–એર્નાકુલમ એક્સપ્રેસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. રેલવે વિભાગે અકસ્માતની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે ટ્રેનના એક કોચમાં આગ લાગી હતી, જે બાદ બે કોચ આગની લપેટમાં આવી ગયા હતા. આ દુર્ઘટનામાં એક મુસાફરનું મોત નીપજ્યું હોવાનું રેલવેએ જણાવ્યું છે. ઘટનાની જાણ થતાં જ રેલવે અધિકારીઓ અને ઈમરજન્સી સેવાઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. રેલવે દ્વારા મુસાફરોની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા છે અને ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હાલ જાણવા મળ્યું નથી. આ ઘટના બાદ ટ્રેન સેવાઓ પર પણ થોડો સમય અસર પડી હતી. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital…