રાજકોટના એડિશનલ કલેક્ટર આલોક ગૌતમની બદલી; નાયબ મુખ્યમંત્રીના અંગત સચિવ તરીકે નિમણૂક
રાજ્ય સરકાર દ્વારા મોટા વહીવટી ફેરફાર કરવામાં આવ્યા છે. રાજકોટના એડિશનલ કલેક્ટર તરીકે ફરજ બજાવી રહેલા આલોક ગૌતમની બદલી કરવામાં આવી છે. તેમને નાયબ મુખ્યમંત્રી હર્ષ સઘવીના અધિક અંગત સચિવ તરીકે પ્રતિનિયુક્તિના ધોરણે નિમણૂક આપવામાં આવી છે. સરકારી ઠરાવ મુજબ, નાયબ મુખ્યમંત્રીના અંગત સ્ટાફ માટે મંજૂર કરવામાં આવેલી જગ્યાઓ પર આ નિમણૂક કરવામાં આવી છે. આલોક ગૌતમ રાજકોટમાં માત્ર એક વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતાં જ તેમની બદલી કરવામાં આવી છે, જેને લઈને વહીવટી વર્તુળોમાં ચર્ચા જોવા મળી રહી છે. રાજ્ય સરકારના આ નિર્ણયને વહીવટી કાર્યક્ષમતાને વધુ મજબૂત બનાવવા માટે લેવાયેલ પગલું માનવામાં આવી રહ્યું છે. ગૌતમ તેમના નવા પદ પર નાયબ મુખ્યમંત્રીના કાર્યાલયમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળશે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website :…







