સિડની એરપોર્ટ પર ટળી મોટી વિમાન દુર્ઘટના, Jetstar અને Qatar Airwaysના વિમાન સામસામે આવી ગયા

ઓસ્ટ્રેલિયાના સિડની ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રવિવારે સવારે એક મોટી વિમાન દુર્ઘટના થતાં રહી ગઈ. એરપોર્ટના ટેક્સીવે પર Jetstarનું Airbus A320 અને Qatar Airwaysનું Boeing 777 વિમાન એકબીજાની અત્યંત નજીક આવી ગયા હતા. પરિસ્થિતિ ગંભીર બનતા Jetstarના પાયલટે તાત્કાલિક બ્રેક લગાવીને વિમાન રોકી દીધું હતું. આ ઝડપી નિર્ણયને કારણે બંને વિમાન વચ્ચે સંભવિત ટક્કર ટળી ગઈ. આ ઘટનામાં Jetstarની ફ્લાઇટ JQ402માં સવાર 151 મુસાફરોમાંથી કોઈને ઈજા થઈ નહોતી. જોકે, વિમાનને અચાનક અને જોરદાર બ્રેક લગાવવાને કારણે એક કેબિન ક્રૂ મેમ્બર ઈજાગ્રસ્ત થયો હતો. તેને તબીબી સારવાર આપવામાં આવી હતી. ઘટના બાદ ફ્લાઇટ રદ કરવામાં આવી અને મુસાફરોને અન્ય ફ્લાઇટ દ્વારા તેમના ગંતવ્ય સુધી મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી. સિડની એરપોર્ટ પર સવારે 7 વાગ્યાની આસપાસ બની ઘટના પ્રાથમિક…