Pahalgam Attack: આતંકી હુમલા બાદ એર ઇન્ડિયાનો મહત્વનો નિર્ણય, આજે શ્રીનગરથી દિલ્હી અને મુંબઈ માટે ખાસ ફ્લાઇટ્સ શરૂ કરી
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત થયા છે, જ્યારે 20 ઘાયલોની સારવાર ચાલી રહી છે. દરમિયાન, એર ઇન્ડિયાએ શ્રીનગરથી દિલ્હી અને મુંબઈ માટે બે વધારાની ફ્લાઇટ્સની જાહેરાત કરી છે. હાલની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને, એર ઇન્ડિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું હતું કે એરલાઇન 23 એપ્રિલ, બુધવારના રોજ શ્રીનગરથી દિલ્હી અને મુંબઈ માટે બે વધારાની ફ્લાઇટ્સનું સંચાલન કરશે. આ હુમલામાં મૃત્યુ પામેલા લોકોમાં ગુજરાત, યુપી, મહારાષ્ટ્ર, બંગાળ, કર્ણાટક, બિહાર, મધ્યપ્રદેશ, હરિયાણાના લોકોનો સમાવેશ થાય છે. આ હુમલામાં આતંકવાદીઓએ ફક્ત તે લોકોને જ નિશાન બનાવ્યા હતા જેઓ પોતાના પરિવાર સાથે ફરવા ગયા હતા. તેઓએ લોકોના નામ પૂછ્યા પછી તેમને ગોળી પણ મારી દીધી. સમય શું હશે? એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે બુધવારે શ્રીનગરથી દિલ્હી…







