Ahmedabad ડ્રાઈવિંગ ટેસ્ટ માટે એકથી બે મહિનાનું વેઈટિંગ! RTOમાં ફોર-વ્હીલર ટેસ્ટમાં માત્ર 17% ઉમેદવાર પાસ High Failure Rate

ડ્રાઈવિંગ ટેસ્ટ માટે એકથી બે મહિનાનું વેઈટિંગ! Ahmedabad RTOમાં ફોર-વ્હીલર ટેસ્ટમાં માત્ર 17% ઉમેદવાર પાસ Ahmedabad: Ahmedabadમાં ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવા ઇચ્છતા લોકો માટે હાલ મુશ્કેલી વધી છે.AhmedabadRTOમાં નવા AI આધારિત ઓટોમેટેડ ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક શરૂ થયા બાદ ફોર-વ્હીલર માટે ડ્રાઈવિંગ ટેસ્ટ પાસ કરવો ઉમેદવારો માટે પડકારરૂપ બન્યો છે. પ્રથમ એક મહિનાના આંકડા મુજબ ફોર-વ્હીલર ટેસ્ટ આપનારા ઉમેદવારોમાંથી માત્ર 17 ટકા જેટલા જ પાસ થયા છે, જ્યારે 80 ટકાથી વધુ ઉમેદવારો ટેસ્ટમાં નિષ્ફળ રહ્યા છે. આ તરફ ટેસ્ટમાં નિષ્ફળ ગયેલા ઉમેદવારોને ફરી પરીક્ષા આપવા માટે લાંબો સમય રાહ જોવી પડી રહી છે. સુભાષબ્રિજ RTOમાં વેઇટિંગ સમય આશરે 40થી 45 દિવસ, જ્યારે વસ્ત્રાલ RTOમાં કેટલાક અરજદારો માટે વેઇટિંગ લગભગ બે મહિના સુધી પહોંચ્યું હોવાનું અહેવાલોમાં સામે આવ્યું છે.…