કોલ્ડપ્લે કોન્સર્ટમાં ક્રિસ માર્ટિનના સોંગ્સ પર ઝૂમવા યંગસ્ટર્સ તૈયાર!
B INDIA અમદાવાદ : અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટને લઈને યંગસ્ટર્સમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ક્રિસ માર્ટિનના સોંગ્સ પર ઝૂમવા યંગસ્ટર્સ તૈયાર છે. તો બીજી તરફ ગુજરાત પોલીસે કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે. આ કાર્યક્રમ 25 અને 26 જાન્યુઆરીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આયોજિત છે. કોલ્ડપ્લે એક પ્રખ્યાત બ્રિટિશ રોક બેન્ડ છે, જેના કોન્સર્ટ સુરક્ષા માટે લગભગ 3800 પોલીસ કર્મચારીઓ, NSG ટીમ અને 400 થી વધુ CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે.મુંબઈ, છત્તીસગઢ, બેંગ્લોર, દિલ્હીથી યંગસ્ટર્સ અમદાવાદમાં યોજાનાર કોલ્ડપ્લે કોન્સર્ટમાં પહોંચ્યા છે. વિવિધ પોસ્ટર્સ અને બેનર્સ લઈને પ્રેક્ષકો કોલ્ડપ્લે કોન્સર્ટ પહોંચ્યા છે. કોલ્ડપ્લે કોન્સર્ટમાં ક્રિસ માર્ટિનના સોંગ્સ એન્જોય કરવા યુવાનોમાં ત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે કોલ્ડપ્લે કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું છે. સંગીત…







