પાકિસ્તાની હુમલામાં 3 અફઘાન ક્રિકેટરોના મોત, પાક સેનાએ પક્તિકામાં કર્યો બોમ્બમારો

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સરહદ પર તણાવ વધી રહ્યો છે. બંને દેશો શુક્રવારે પરસ્પર સંમતિથી 48 કલાકનો યુદ્ધવિરામ લંબાવવા સંમત થયા.પરંતુ થોડા કલાકો પછી, તાલિબાને પાકિસ્તાન પર અફઘાનિસ્તાનના પક્તિકા પ્રાંતમાં હવાઈ હુમલા કરવાનો આરોપ લગાવ્યો . પાકિસ્તાને ડ્યુરન્ડ લાઇનને અડીને આવેલા પક્તિકા પ્રાંતના અનેક જિલ્લાઓમાં હવાઈ હુમલા કર્યા. આ હુમલાઓમાં ત્રણ અફઘાન ક્રિકેટરો પણ માર્યા ગયા. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB) એ પાકિસ્તાન હુમલામાં તેના ત્રણ ક્રિકેટરોના મૃત્યુ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. આ દુ:ખદ ઘટના પક્તિકા પ્રાંતના ઉર્ગુન જિલ્લામાં બની હતી, જ્યાં પાકિસ્તાની દળોના હુમલામાં અફઘાન ક્રિકેટરો કબીર, સિબગતુલ્લાહ અને હારૂન સહિત આઠ લોકો માર્યા ગયા હતા અને સાત અન્ય ઘાયલ થયા હતા. અહેવાલો અનુસાર, ખેલાડીઓ પક્તિકાની રાજધાની શરણામાં એક મૈત્રીપૂર્ણ મેચ રમવા ગયા હતા.…