બાંગ્લાદેશી નાગરિકની કરાઈ ધરપકડ, ગેરકાયદેસર પાસપોર્ટ બનાવવાનો આરોપ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ બુધવારે એક બાંગ્લાદેશી નાગરિક આઝાદ મલિક ઉર્ફે અહેમદ હુસૈન આઝાદને મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી છે. આરોપી પર આરોપ છે કે તેણે બાંગ્લાદેશના નાગરિકો માટે ગેરકાયદેસર રીતે ભારતીય પાસપોર્ટ અને આધાર કાર્ડ બનાવ્યા હતા, જેને કારણે દેશની આંતરિક સુરક્ષાને મોટો ખતરો ઉભો થયો છે. શું છે સમગ્ર મામલો? ED અનુસાર, આઝાદ મલિક પૈસાના બદલામાં બાંગ્લાદેશી નાગરિકોને ભારતના નાગરિક તરીકે ઓળખાવતાં દસ્તાવેજો, જેમ કે પાસપોર્ટ, આધાર કાર્ડ વગેરે બનાવવામાં સામેલ હતો. મલિક સામે આગળની કાર્યવાહી માટે મંગળવારે કોલકાતાની PMLA કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને 13 દિવસ માટે ED કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. દરોડા દરમિયાન મળેલા પુરાવા – EDએ પશ્ચિમ બંગાળના સાત સ્થળોએ દરોડા પાડી હતા જેમાંથી મલિકની ધરપકડ થઈ. – દરોડા દરમિયાન…

વડોદરામાં રેલવે લોકલ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, ટ્રેનમાં ઉંઘતી મહિલાઓના સામાનની ચોરી કરનાર ઝડપાયો

વડોદરામાં રેલવે લોકલ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. ટ્રેનમાં ઉંઘતી મહિલાઓના સામાનની ચોરી કરનાર ચોર મુદ્દામાલ સાથે ઝડપાયો છે.આ મામલે વડોદરા લોકલ ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે. આરોપી મધ્યપ્રદેશથી વડોદરા ચોરી કરવા આવતો હતો. અને સમગ્ર ઘટનામાં પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી છે. રેલવે લોકલ ક્રાઈમ બ્રાન્ચે આરોપી વિકાસને પકડયો:- આરોપીની તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી અલગ-અલગ ટ્રેનોમાં રાત્રીના સમયે ઘુસી જતો અને મહિલાના સામાનને ટાર્ગેટ કરતો હતો ત્યારે આરોપી પાસેથી 438 ગ્રામ સોના-ચાંદીના દાગીના મળી આવ્યો છે. સુરત રેલવે પોલીસે કુલ અલગ-અલગ 4 ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને મધ્યપ્રદેશ,રાજસ્થાન,મહારાષ્ટ્રમાં પણ આરોપી સામે ગુના નોંધાયા છે. પોલીસ રિમાન્ડ માંગી આરોપીની વધુ તપાસ કરી શકે…

સુરતમાં માથાભારે વોન્ટેડ આરોપી ઝડપાયો, કલ્પેશ કલસાણીયાની ક્રાઈમે બ્રાન્ચે કરી ધરપકડ

સુરતમાં માથાભારે વોન્ટેડ આરોપી કલ્પેશ કલસાણીયાની ક્રાઈમે બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે. લાજપોર જેલમાં આજીવન કેદની સજાના આરોપી કલ્પેશ કલસાણીયાની ક્રાઈમે બ્રાન્ચે ધરપકડ કરી છે. માથાભારે ગુંડો કહેવાતા કલ્પેશ ગલસાણીયાને અપહરણ અને પોક્સોના ગુનામાં સજા ફટકારવામાં આવી હતી. લાજપોર જેલમાં બંધ આરોપી કલ્પેશ ગલસાણીયા ફર્લો રજા ઉપર મુક્ત થયો હતો. ત્યાર બાદ આરોપી જેલમાં પરત ફર્યો નહોતો. પોલીસને મળી સફળતા:- પોલીસની યાદીમાં જેલમાંથી ફરાર થયેલ માથાભારે ગુંડો કલ્પેશનું મોખરે હતું. પોલીસે આવા જેલની સજા બાદ ફરાર થઈ ગયા હોય તેવા ગુનેગારોને ઝડપી પાડવા પોતાના બાતમીદારો સક્રિય કર્યા હતા. પોલીસને બાતમી મળી હતી કે, આરોપી ગોડદારામાં છુપાયેલો છે. બાતમીના આધારે પોલીસે ગોડાદરાનો શોપિંગ સેન્ટર પર રેડ પાડી આરોપી કલ્પેશ ગલસાણીયાની ધરપકડ કરી છે. આરોપી કલ્પેશ ગલસાણીયાની ધરપકડ…

ગૌહત્યાના કેસમાં આરોપીને સજા, હર્ષ સંઘવીએ પોસ્ટ કરી શેર

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગૌ રક્ષાને લઈને આજે સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં તેમણે લખ્યું છે કે, અમે ગૌ રક્ષા કરવાના ફક્ત દાવા કરતા નથી. પરંતુ ગૌ રક્ષા કરવાના અમારા સંકલ્પને પૂર્ણપણે ચરિતાર્થ પણ કરીએ છીએ. આજે સોશિયલ મીડિયામાં મૂકેલ પોસ્ટમાં તેમણે લખ્યું છે કે, ‘ગુજરાતમાં અમે ફક્ત ગૌ હત્યારાઓની ધરપકડ નથી કરતા પરંતુ તેમને સજા મળે ત્યાં સુધી લડત આપીએ છીએ. ઇમરાન શરીફ શેખ મોશિન ઉર્ફ બકરા ફરીદ શેખને 7 વર્ષની સજા આપવામાં આવી છે.’ –> હર્ષ સંઘવીએ પોસ્ટ કરી શેર:- ગુજરાત સરકાર દ્વારા ગૌહત્યા માટેનો કાયદો બનાવવામાં આવ્યો છે. અને કાયદાનો અમલ અમારી સરકાર દ્વારા જ કરવામાં આવી રહ્યો છે. ગૌ હત્યારાને સજા અપાવવાનો આ મહિનામાં આ ત્રીજો ચુકાદો છે. અમારી સરકારે…

હરિયાણા કોંગ્રેસના નેતા હિમાની નરવાલની હત્યાનો આરોપી ઝડપાયો, જાણો શું ખુલાસા કર્યા

હરિયાણા કોંગ્રેસના નેતા હિમાની નરવાલની હત્યાના આરોપીની પોલીસે ધરપકડ કરી છે. આરોપીની ઓળખ સચિન તરીકે થઈ છે. હત્યારાએ મોડી રાત્રે નાગલોઈ પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું, ત્યારબાદ રોહતક પોલીસે તેને કસ્ટડીમાં લીધો. ચાલો જાણીએ કે આ હત્યા કેસમાં અત્યાર સુધી શું ખુલાસો થયો છે. રોહતક પોલીસ સોમવારે આ બાબતનો ખુલાસો કરશે, પરંતુ તે પહેલાં આ કેસ અંગે કેટલાક મોટા ખુલાસા થયા છે, જેમાં સૌથી પહેલો ખુલાસો એ છે કે હિમાની નરવાલનો ખૂની બહાદુરગઢ નજીકના એક ગામનો રહેવાસી છે. મોબાઇલ અને ઘરેણાં મળી આવ્યા :- હત્યારા પાસેથી હિમાનીનો મોબાઈલ ફોન અને ઘરેણાં પણ મળી આવ્યા છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન, હત્યારાએ કબૂલાત કરી છે કે હિમાનીની હત્યા તેના ઘરે કરવામાં આવી હતી. હત્યા પછી, તે મૃતદેહને સુટકેસમાં ભરીને લઈ…

પૂણે રેપ કેસનો આરોપી તેના ગામ શિરુરના શેરડીના ખેતરમાંથી ઝડપાયો

મહારાષ્ટ્રના પુણેમાં સ્વારગેટ બસ સ્ટેન્ડ પર પાર્ક કરેલી મ્યુનિસિપલ બસમાં 26 વર્ષીય મહિલા પર બળાત્કારનો મામલો સામે આવ્યો હતો. આરોપી દત્તાત્રેય ગાડેને પુણે પોલીસે મોડી રાત્રે લગભગ 1.30 વાગ્યે તેના ગામ શિરુરના શેરડીના ખેતરોમાંથી ઝડપી લીધો. પુણે સિટી ડીસીપી ક્રાઈમ નિખિલ પિંગળેના જણાવ્યા અનુસાર, આરોપી છેલ્લા બે દિવસથી તેના ગામમાં છુપાયેલો હતો. પોલીસે આ કેસની તપાસ માટે 13 ટીમો બનાવી હતી. આરોપીને શોધવા માટે 1 લાખ રૂપિયાનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. પુણે બળાત્કાર કેસના આરોપી દત્તાત્રેય રામદાસ ગાડે મંગળવારની ઘટના બાદથી ફરાર હતો. તેના પર સવારે 5.30 વાગ્યાની આસપાસ સ્વારગેટ બસ સ્ટેન્ડ પર પાર્ક કરેલી રાજ્ય પરિવહન નિગમની બસમાં 26 વર્ષીય મહિલા પર કથિત રીતે બળાત્કાર કરવાનો આરોપ છે. અગાઉ, બળાત્કારના આરોપીએ બસની રાહ…

બાંગ્લાદેશની નવી સરકારનું ભારત વિરોધી વલણ યથાવત, હવે મુક્યો ડ્રગ્સની દાણચોરીનો આરોપ

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધો હંમેશા ઉતાર-ચઢાવથી ભરેલા રહ્યા છે, પરંતુ બાંગ્લાદેશની નવી વચગાળાની સરકાર હવે ભારત વિરોધી વલણમાં એટલી આંધળી બની ગઈ છે કે તેણે ભારત પર ડ્રગ્સની સ્મગલિંગનો આરોપ લગાવ્યો છે. એટલું જ નહીં, મોહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની સરકારે ભારત સાથે થયેલા અગાઉના કરારોની સમીક્ષા કરવાની પણ જાહેરાત કરી છે. બાંગ્લાદેશની વચગાળાની સરકારમાં ગૃહ બાબતોના સલાહકાર લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) મોહમ્મદ જહાંગીર આલમ ચૌધરીએ બુધવારે એક પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો હતો કે ફેન્સિડિલ નામનું ડ્રગ ભારતમાંથી બાંગ્લાદેશમાં દાણચોરી કરવામાં આવી રહ્યું છે. મોહમ્મદ જહાંગીર આલમ ચૌધરીના મતે, ભારતીય નાગરિકો ફેન્સિડિલ દવા બનાવે છે, પરંતુ વાસ્તવમાં તે એક ડ્રગ્સ છે જે ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશ મોકલવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે બંને દેશોની સંમતિ વિના સરહદના…

કિડનેપ કેસ: સુનીલ પાલ-મુશ્તાક ખાનનું અપહરણ કરનાર મુખ્ય આરોપી લવ પાલની ધરપકડ, પોલીસ એન્કાઉન્ટરમાં ઘાયલ

કોમેડિયન સુનીલ પાલ અને બોલિવૂડ એક્ટર મુશ્તાક ખાનના અપહરણ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. અપહરણ કેસમાં છેલ્લા કેટલાક સમયથી ફરાર મુખ્ય આરોપી લવીપાલ ઉર્ફે સુશાંત ચૌધરીની ઉત્તર પ્રદેશની બિજનૌર પોલીસે એન્કાઉન્ટરમાં ધરપકડ કરી છે. એન્કાઉન્ટરમાં આરોપીને પગમાં ગોળી વાગી હતી, જે બાદ પોલીસે તેને કસ્ટડીમાં લઈ જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર કરવામાં આવી હતી. -> ફરાર આરોપી લવી પાલની એન્કાઉન્ટરમાં ધરપકડ :- તમને જણાવી દઈએ કે, પોલીસે અપહરણ ગેંગના મુખ્ય નેતા લવી પાલ પર 25,000 રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. બિજનૌર પોલીસના જણાવ્યા અનુસાર, 22 ડિસેમ્બરના રોજ બાતમીદાર પાસેથી માહિતી મળ્યા બાદ પોલીસે છટકું ગોઠવીને આરોપી લવી પાલને સ્થળ પરથી પકડી પાડ્યો હતો. આરોપીએ પોલીસ પર ગોળીબાર કર્યો, જેના જવાબમાં પોલીસે…