રાજસ્થાન: હાઈવે પર ઊંટ કારની છત તોડી અંદર ઘૂસ્યો, ડ્રાઈવરનું ઘટનાસ્થળે જ મોત
રાજસ્થાનના હાઈવે પર રાત્રિના સમયે એક અદ્વિતીય અને હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે, પૂરપાટ ઝડપે આગળ વધી રહેલી કારને અચાનક એક મહાકાય ઊંટ ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયંકર હતી કે ઊંટ હવામાં ઉછળીને સીધું કારની છત પર પડી અને છત તોડી અંદર ઘૂસ્યો. આ ભયાનક અકસ્માતમાં કાર ચલાવી રહેલા ડ્રાઈવરનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયું હતું. કાડવામાં આવ્યું કે ઊંટનું અડધું શરીર કારની અંદર અને અડધું બહાર ફસાયેલું હતું. કારની અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી, અને અંતે જસીબી મશીનની મદદથી ઊંટને બહાર કાઢવામાં આવ્યું. અકસ્માતમાં કારમાં સવાર અન્ય બે બાળકો સહિત કુલ ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં…
ટંકારા નજીક ડેમી-2 ડેમમાં યુવાનનું દુર્ઘટનાત્મક મોત, ફાયર ટીમ અને પોલીસની સર્ચ ઓપરેશનથી મળ્યો મૃતદેહ
ટંકારા નજીક ડેમી-2 ડેમમાં એક યુવાને આજે સાંજે ડેમમાં ઝંપલાવવાનું ઘટનામાં પોતાના જીવનું અંતિમ પગલું લીધું હતું. સ્થાનિક લોકો અને મોરબી ફાયર બ્રિગેડ ટીમે તરત સર્ચ ઓપરેશન શરૂ કર્યું, જેમાં યુવાનનું મૃતદેહ રાત્રે મળી આવ્યું. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ-મોરબી હાઇવે પર આવેલ ડેમી-2 ડેમના 12 નાલેથી યુવાન ઝંપલાવ્યો હતો. ઘટના જાણ થતા જ પીઆઇ છાસિયાની ટિમ ઘટના સ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી. મોરબી ફાયર ટીમે પણ યુવાનને શોધવા માટે પાણીમાં સર્ચ ઓપરેશન ચલાવ્યું. યુવાનનો મૃતદેહ રાત્રે 10:30 વાગ્યાના આસપાસ મળ્યો. મૃત યુવાનની ઓળખ બંસી પ્રવીણભાઈ કટારીયા (ઉ.વ. 18) તરીકે કરવામાં આવી છે, જે લજાઈ ગામના રહીશ હતા. તે લજાઈ ચોકડીએ ચાની દુકાન ચલાવતા હતા. શનિવારે બપોરે ડેમમાં ઝંપલાવવાના કારણો અંગે તપાસ શરૂ કરવામાં આવી છે,…
Uttar Pradesh: સહારનપુરમાં ફેક્ટરીમાં થયો ભયંકર બ્લાસ્ટ, 2 ના મોત 5 ઘાયલ
શેખપુરા કદીમ નજીક ટાયર ઓઇલ કાઢવાની ફેક્ટરીમાં બોઈલર વિસ્ફોટ સર્જાતા એક ભયંકર અકસ્માત બન્યો, જેમાં બે કામદારોના દુઃખદ મોત થયા અને પાંચ લોકોને ગંભીર ઈજા પહોંચી. ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કામગીરી શરૂ કરી. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, ફેક્ટરીમાં ટાયરથી તેલ કાઢવાની પ્રક્રિયા ચાલી રહી હતી, ત્યારે બોઈલરમાં અચાનક વિસ્ફોટ થયો. વિસ્ફોટ એટલો તીવ્ર હતો કે નજીકના લોકો પણ ડરી ગયા અને ફેક્ટરીમાં આગ ફેલાઈ ગઈ. આગના કારણે કર્મચારીઓમાં ભારે ભયનો માહોલ સર્જાયો અને જાનહાનિ થઇ. બચાવ કામગીરી અને મૃતકની ઓળખ જાણી મળતાં જ, શહેરના પોલીસ અધિક્ષક સહિત વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા. ફાયર બ્રિગેડની બે ગાડીઓ તાત્કાલિક પહોંચી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો. બચાવ કામગીરી ખૂબ…
વડાપ્રધાનના આગમન પૂર્વે નર્મદા ઘાટ પાસે બની ગોજારી ઘટના, ભેખડ ધસતા 3 સ્થાનિક મજૂરો દટાયા
નર્મદામાં ભેખડ ધસતા ત્રણ સ્થાનિક મજૂરો દટાયા. આ દુર્ઘટના નર્મદા ઘાટના નવીનીકરણ દરમિયાન બની હતી. ઘટનાને લઈને સ્થાનિક તંત્ર દ્વારા તરત જ રેસ્ક્યુ કામગીરી હાથ ધરાઈ હતી અને પોલીસ અને ફાયર બ્રિગેડ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. ઘટના ભારતી આશ્રમની બાજુમાં બની હતી, જ્યાં દિવાલ ધરાશાહી થતાં ત્રણ મજૂરો નીચે દટ્યા. સ્થાનિક લોકોને ઘટનાસ્થળે ટોળા થઈ પહોંચ્યા હતા, અને ગરુડેશ્વર મામલતદાર સહિત નર્મદા જિલ્લાનું વહીવટી તંત્ર પણ ઘટનાસ્થળ પર દોડ્યું. સૂત્રોના જણાવ્યા અનુસાર, મૃતક મજૂરો અંકતેશ્વર ગામના રહેવાસી છે. તેઓની ઓળખ આ પ્રમાણે છે: – શૈલેષભાઈ રણછોડભાઈ તડવી, 35 વર્ષ, અંકતેશ્વર (નીચલું ફળિયું) – દિલિપભાઈ ભાણાભાઈ તડવી, 47 વર્ષ, અંકતેશ્વર (નીચલું ફળિયું) – રોહિતભાઈ રણછોડભાઈ તડવી, 45 વર્ષ, અંકતેશ્વર (નીચલું ફળિયું) પરિવારજનો અત્યાર સુધી મૃતદેહ સ્વીકારવા ઇનકાર…












