પંજાબના અમૃતસરમાં ઝેરી દારૂ પીવાથી 15 લોકોના મોત, 6ની હાલત ગંભીર
પંજાબના અમૃતસરમાં ઝેરી દારૂ પીવાથી 15 લોકોના મોત થયા છે. જ્યારે 6 લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સમગ્ર મામલો મજીઠાના માધાઈ ગામ અને ભાગલી ગામનો હોવાનું કહેવાય છે. હાલમાં પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. મૃતકોના મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. અમૃતસર (ગ્રામીણ) ના એસએસપી મનીન્દર સિંહે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં ઝેરી દારૂ પીવાથી 15 લોકોના મોત થયા છે, જ્યારે છ અન્ય લોકોની હાલત ગંભીર છે. SSP એ કહ્યું, “અમને ગઈકાલે રાત્રે 9.30 વાગ્યાની આસપાસ માહિતી મળી હતી કે ઝેરી દારૂ પીવાથી લોકો મરી રહ્યા છે. અમે તાત્કાલિક કાર્યવાહી કરી અને ચાર લોકોની અટકાયત કરી. અમે મુખ્ય સપ્લાયર પ્રભજીત સિંહની…







