ભારત-અમેરિકા વ્યાપાર સમજૂતી થકી ગુજરાતના ઉદ્યોગો માટે વિકાસના ખૂલ્યા નવા દ્વાર, નિકાસમાં થશે વિક્રમજનક વધારો
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં ભારત-અમેરિકા વચ્ચે વચગાળાની વ્યાપાર સમજૂતી (Interim Trade Agreement) કરવામાં આવી છે. જે દેશના અર્થતંત્ર માટે સીમાચિહ્નરૂપ સાબિત થશે તેમજ ખાસ કરીને ગુજરાતનાં ઉદ્યોગો માટે વિકાસની નવી ક્ષિતિજો ખોલશે. ભારત-અમેરિકા વચ્ચેની આ વ્યાપાર સમજૂતી અંતર્ગત અમેરિકાએ ભારતીય સામાન પરના ટેરિફ 50 ટકાના આકરા દરોથી ઘટાડીને આશરે ૧૮ ટકા કર્યા છે, જેના પરિણામે અમેરિકન માર્કેટમાં ભારતીય ઉત્પાદનોની કિંમત સ્પર્ધાત્મક બનશે અને તેની માંગમાં મોટો વધારો થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત ભારતનું સૌથી મોટું નિકાસકર્તા રાજ્ય બન્યું છે. રાજ્યમાં ટેક્ષટાઇલ, ફાર્માસ્યુટિકલ્સ, કેમિકલ્સ, પેટ્રોકેમિકલ્સ, જેમ્સ એન્ડ જ્વેલરી, એન્જિનિયરિંગ ગુડ્સ અને રિન્યુએબલ એનર્જી જેવા ક્ષેત્રોમાં ખૂબ મજબૂત ઔદ્યોગિક માળખું ઉપલબ્ધ છે. આ સમજૂતીથી ગુજરાતનાં આ તમામ…







