‘અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ-2026’નો CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ, જાણો A To Z માહિતી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ 2026 ‘નો શુભારંભ કરાવ્યો હતો. ‘ભારત એક ગાથા’ થીમ પર ઇન્ટરનેશનલ ફ્લાવર શૉની આ ૧૪મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતની સમૃદ્ધ, વૈવિધ્યસભર અને ગૌરવસભર સંસ્કૃતિને રજૂ કરતાં આ ભવ્ય ઉત્સવને આગામી તા. ૨૨ જાન્યુઆરી સુધી માણી શકાશે. આ પ્રસંગે ઊર્જામંત્રી ઋષિકેશભાઇ પટેલ તેમજ શહેરી વિકાસ રાજ્યમંત્રી મતી દર્શનાબેન વાઘેલા પણ ઉપસ્થિત રહ્યાં હતાં.’અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ-2026 ’ના શુભારંભ બાદ મુખ્યમંત્રી સહિત તમામ ઉપસ્થિત મહેમાનોએ ફ્લાવર શૉનાં વિવિધ ઝોનની મુલાકાત લઈને વિવિધ આકર્ષણો નિહાળ્યા હતા. આ ઉપરાંત, અનેકવિધ ફ્લાવર સ્કલ્પચરને સૌએ બિરદાવ્યા પણ હતા. આ પ્રદર્શનમાં ‘સ્ત્રી સશક્તીકરણ’ની થીમ પર તૈયાર કરવામાં આવેલા સ્કલ્પચરનું પણ મુખ્યમંત્રી ના હસ્તે અનાવરણ કરાયું હતું. વધુમાં, લોખંડી પુરુષ સરદાર…