Navsari: સીમલકમાં યોજાયો વાર્ષિક ઇનામ વિતરણ સમારંભ, આચાર્યએ રજૂ કર્યો વાર્ષિક અહેવાલ
નવસારી, રશીદ ભાણા/ જલાલપોર તાલુકાના સીમલક ગામ ખાતે આવેલી જાણીતી શૈક્ષણિક સંસ્થા સીમલક હાઈસ્કૂલમાં વાર્ષિક ઇનામ વિતરણ સમારંભ ઉત્સાહભેર અને ભવ્ય રીતે યોજાયો હતો. સમારંભની શરૂઆત પવિત્ર પ્રાર્થના સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાના આચાર્યએ વાર્ષિક અહેવાલ રજૂ કરી શાળાની શૈક્ષણિક તથા સહશૈક્ષણિક સિદ્ધિઓ અંગે વિગતવાર માહિતી આપી હતી. આ પ્રસંગે વિવિધ ધોરણોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર તેજસ્વી વિદ્યાર્થિનીઓને ટ્રોફી અને રોકડ પારિતોષિક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે જ બોર્ડ પરીક્ષામાં ઉત્તમ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓને પણ વિશેષ પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. વિદેશથી આવેલ પૂર્વ વિદ્યાર્થીઓએ કર્યા સન્માનિત સમગ્ર કાર્યક્રમની ખાસ વાત એ રહી કે, વિદેશથી પધારેલા શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના હસ્તે વર્તમાન વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેના કારણે સમગ્ર કાર્યક્રમમાં ગૌરવ અને ઉત્સાહનો…







