Navsari: સીમલકમાં યોજાયો વાર્ષિક ઇનામ વિતરણ સમારંભ, આચાર્યએ રજૂ કર્યો વાર્ષિક અહેવાલ

નવસારી, રશીદ ભાણા/ જલાલપોર તાલુકાના સીમલક ગામ ખાતે આવેલી જાણીતી શૈક્ષણિક સંસ્થા સીમલક હાઈસ્કૂલમાં વાર્ષિક ઇનામ વિતરણ સમારંભ ઉત્સાહભેર અને ભવ્ય રીતે યોજાયો હતો. સમારંભની શરૂઆત પવિત્ર પ્રાર્થના સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાના આચાર્યએ વાર્ષિક અહેવાલ રજૂ કરી શાળાની શૈક્ષણિક તથા સહશૈક્ષણિક સિદ્ધિઓ અંગે વિગતવાર માહિતી આપી હતી.

આ પ્રસંગે વિવિધ ધોરણોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર તેજસ્વી વિદ્યાર્થિનીઓને ટ્રોફી અને રોકડ પારિતોષિક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે જ બોર્ડ પરીક્ષામાં ઉત્તમ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓને પણ વિશેષ પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.

વિદેશથી આવેલ પૂર્વ વિદ્યાર્થીઓએ કર્યા સન્માનિત
સમગ્ર કાર્યક્રમની ખાસ વાત એ રહી કે, વિદેશથી પધારેલા શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના હસ્તે વર્તમાન વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેના કારણે સમગ્ર કાર્યક્રમમાં ગૌરવ અને ઉત્સાહનો માહોલ સર્જાયો હતો.કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થિનીઓએ દેશભક્તિ ગીતો અને સંસ્કાર આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી ઉપસ્થિત મહેમાનોને મંત્રમુગ્ધ કર્યા હતા.કાર્યક્રમના અંતે આભારવિધિ બાદ રાષ્ટ્રગીત સાથે સમારંભનું સુચારુ સમાપન કરવામાં આવ્યું હતું.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

પોતાના જ ઝેરી ખેલનો શિકાર બન્યો માસ્ટરમાઇન્ડ! Bhavnagar નકલી દારૂ કાંડ પાછળનું ભયાનક રહસ્ય!

B india ભાવનગર : Bhavnagar જિલ્લામાં નકલી દારૂના સેવનથી સર્જાયેલા લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક અને સમગ્ર ઘટનાને લઈને ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. નકલી દારૂના કારણે અત્યાર સુધીમાં 9 લોકોનાં મોત થયાની માહિતી સામે આવી છે. ઘટનામાં દારૂ તૈયાર કરવાની કથિત ફોર્મ્યુલા આપનાર તરીકે ચર્ચામાં આવેલા એક ‘ડૉક્ટર’નું પણ મોત થયું હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ એક શિક્ષકનું ઘરે લોહીની ઊલટી થયા બાદ મોત થતાં સમગ્ર ઘટનાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. આ ઘટનાને પગલે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા તપાસ વધુ તેજ કરવામાં આવી છે. નકલી દારૂ ક્યાંથી આવ્યો, તેને કોણે તૈયાર કર્યો અને તેનું વિતરણ કયા વિસ્તારોમાં થયું હતું તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. -> નકલી દારૂથી 9 લોકોનાં મોત:- Bhavnagarમાં બનેલી…

સુભાષબ્રિજ RTO માં મોટો ફ્લોપ શો! કાર ટેસ્ટમાં માત્ર 25% જ પાસ!

AHMEDABAD : ના સુભાષબ્રિજ RTO ખાતે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટેની પરીક્ષા હવે અરજદારો માટે વધુ પડકારજનક બની રહી છે. ખાસ કરીને ફોર-વ્હીલર એટલે કે કારની ડ્રાઇવિંગ ટેસ્ટમાં પાસ થનારા ઉમેદવારોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો હોવાનું સામે આવ્યું છે. અગાઉ જ્યાં આશરે 40 ટકા અરજદારો કારની ડ્રાઇવિંગ ટેસ્ટમાં સફળ થતા હતા, ત્યાં નવા અત્યાધુનિક અને AI આધારિત ટેસ્ટ ટ્રેક શરૂ થયા બાદ પાસ થવાનો દર અંદાજે 20થી 25 ટકા સુધી ઘટ્યો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. સુભાષબ્રિજ ખાતે નવા RTO અને આધુનિક ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. નવી સિસ્ટમનો મુખ્ય હેતુ ડ્રાઇવિંગ ટેસ્ટને વધુ પારદર્શક, ટેક્નોલોજી આધારિત અને સચોટ બનાવવાનો છે. AI આધારિત પ્રક્રિયામાં ટેસ્ટ દરમિયાન RFID, કેમેરા અને ઓટોમેટેડ સિસ્ટમનો ઉપયોગ…