Ahmedabad : જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરેના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ, આ પ્રશ્નોની કરાઇ ચર્ચા
અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરેના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં સંકલન બેઠકમાં પુછાયેલા પ્રશ્નોને પ્રાધાન્ય આપી, તેનું સત્વરે હકારાત્મક નિરાકરણ લાવવા સંબંધિત અધિકારીઓને અનુરોધ કરાયો હતો. જિલ્લા વિકાસ અધિકારીએ સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું કે સંકલનમાં પુછાયેલા પ્રશ્નોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી, ત્વરિત ધોરણે તેનું નિરાકરણ થાય તે જરૂરી છે. આ પ્રશ્નોની કરાઇ ચર્ચા આ બેઠકમાં ગ્રામ્ય વિસ્તારમાં પીવાના તેમજ સિંચાઈના પાણીના પ્રશ્નો, અસલાલી તળાવ કામગીરી, મુનસર તળાવની સફાઈ, આરોગ્ય કેન્દ્રનાં કામો, વિરમગામ તાલુકાના ગામોના પોસ્ટલ પિનકોડને લગતાં પ્રશ્નો, દેત્રોજ તાલુકામાં પાણીના બોર, રોજગાર મેળામાં સ્થાનિકોને અગ્રતા, ગૌચરની જમીન, વીજ પુરવઠાના પ્રશ્નો, ડેટા એન્ટ્રી, દબાણો દૂર કરવા સહિત ગ્રામ્ય વિસ્તારના પ્રાથમિક અને માળખાકીય સુવિધાઓના પ્રશ્નોની ચર્ચા કરી હકારત્મક નિવારણ કરાયું હતું.…







