‘એક વર્ષમાં ચીન કેનેડાને ખાઈ જશે,’ ગોલ્ડન ડોમ વિરોધ પર ટ્રમ્પ થયા ગુસ્સે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે ગ્રીનલેન્ડ પર તેમના પ્રસ્તાવિત ‘ગોલ્ડન ડોમ’ મિસાઇલ સંરક્ષણ પ્રોજેક્ટને નકારવા બદલ કેનેડા પર પ્રહારો કર્યા અને કહ્યું કે ચીન એક વર્ષમાં કેનેડાને ‘ખાઈ જશે’ કારણ કે તેનો ઉત્તરીય પાડોશી અમેરિકાનું રક્ષણ કરતી યોજના કરતાં ચીન સાથે ગાઢ સંબંધો પસંદ કરી રહ્યો છે. ટ્રમ્પે પોતાની સોશિયલ મીડિયા સાઇટ, ટ્રુથ સોશિયલ પર લખ્યું, “કેનેડા ગ્રીનલેન્ડ પર ‘ગોલ્ડન ડોમ’ બનાવવાની વિરુદ્ધ છે, જોકે ‘ગોલ્ડન ડોમ’ કેનેડાનું પણ રક્ષણ કરશે. તેના બદલે, તેઓએ ચીન સાથે વ્યવસાય કરવાના પક્ષમાં મતદાન કર્યું, જે તેમને પહેલા વર્ષમાં ‘ખાઈ જશે’!” ટ્રમ્પનું આ ગુસ્સે ભરેલું નિવેદન અમેરિકા અને તેના ઉત્તરીય પાડોશી કેનેડા વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે આવ્યું છે. દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્નીના તાજેતરના નિવેદનો…