“થોડી જ મિનિટોમાં તૈયાર કરો હેલ્ધી અને ટેસ્ટી ઇન્સ્ટન્ટ વેજ રોલ!”
ઝડપી અને સ્વાદિષ્ટ નાસ્તો બનાવવો હોય તો ઇન્સ્ટન્ટ વેજ રોલ એક ઉત્તમ વિકલ્પ છે. ઘરે સરળતાથી ઉપલબ્ધ રોટી, તાજા શાકભાજી અને મનપસંદ સોસની મદદથી થોડા જ મિનિટોમાં આ હેલ્ધી અને ટેસ્ટી રોલ તૈયાર કરી શકાય છે. બાળકો હોય કે મોટા, દરેકને તેનો સ્વાદ ખૂબ પસંદ આવે છે. ઇન્સ્ટન્ટ વેજ રોલ બનાવવા માટે સૌથી પહેલા એક તાજી રોટી લો. તેમાં ઝીણું સમારેલું કોબી, ગાજર, કેપ્સિકમ, કાકડી, ડુંગળી અને સ્વાદ મુજબ ઉકાળેલા મકાઈના દાણા ઉમેરો. ત્યારબાદ ટમેટા સોસ, ગ્રીન ચટણી અથવા મેયોનેઝ લગાવી સ્વાદ અનુસાર કાળા મરીનો પાઉડર, ચાટ મસાલો અને થોડું મીઠું છાંટો. હવે રોટીને સારી રીતે રોલ કરીને તવા પર થોડું બટર અથવા ઘી લગાવી હળવી શેકી લો. આમ કરવાથી રોલ વધુ કરકરો અને સ્વાદિષ્ટ…







