ઉત્તરાયણ પર્વ દરમિયાન રાજ્યમાં પતંગની દોરીથી ઘાયલ થયેલ 14 હજારથી વધુ પક્ષીઓને મળ્યું જીવનદાન, જાણો વનમંત્રીએ શું કહ્યું

પશુ-પક્ષી સહિત સમગ્ર જીવ માત્રના કલ્યાણ સાથે મૃદુ, મક્કમ અને સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર કાર્ય કરી રહી છે. આ કલ્યાણ મંત્ર સાથે ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી ઘાયલ પક્ષીઓની તાત્કાલિક સારવાર માટે વન વિભાગ અને સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી દર વર્ષે રાજ્યભરમાં ‘કરુણા અભિયાન’ હાથ ધરવામાં આવે છે. આ વર્ષે તા. 10 થી 20 જાન્યુઆરી દરમિયાન કરુણા અભિયાન-2026 અંતર્ગત રાજ્યમાં ઉત્તરાયણ પર્વ દરમિયાન કુલ 16380 ઘાયલ પક્ષીઓને સારવાર અપાઈ હતી. જેમાંથી 14690 પક્ષીઓને સલામત રીતે બચાવી લેવાયા છે એટલે કે 90 ટકા પક્ષીઓને જીવતદાન મળ્યું છે તેમ, વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું. વન મંત્રી મોઢવાડિયાએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે, કરુણા અભિયાન દરમિયાન અમદાવાદમાંથી સૌથી વધુ 7040 પક્ષીઓને સારવાર અપાઈ…